Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

પુરવઠાના ડોરસ્ટેપ ડિલેવરીના કોન્ટ્રાકટમાં સગાવાદ ?: કાનુની જંગ

ધોરાજીમાં કોન્ટ્રાકટ પધ્ધતી સામે હાઇકોર્ટ સુધી મામલો પહોચ્યો : હવે ૩૧ માર્ચ પછી રાજય સરકારજ કોન્ટ્રાકટ ફાઇનલ કરશેઃ કલેકટર તંત્ર પાસેથી સતા ખુંચવી લેવાઇ

રાજકોટ તા. ર૭ :.. શહેર-જીલ્લાની સસ્તા અનાજ દુકાનો સુધી પુરવઠો પહોંચાડવા માટે કલેકટર તંત્ર દ્વારા અપાતાં ખાનગી કોન્ટ્રાકટરોમાં 'સત્તાવાર ચાલતો હોવા સહિતનાં આક્ષેપો સાથે હાઇકોર્ટ સુધી મામલો પહોંચતાં હવે આ કોન્ટ્રાકટનો નિર્ણય' આવતાં નાણાકીય વર્ષથી એટલે કે ૩૧ માર્ચ પછી નવા ડોર સ્ટેપ કોન્ટ્રાકટરો રાજય સરકાર દ્વારા લેવાશે. તેવો નિર્ણય લેવાતાં કલેકટર તંત્રમાં દોડધામ મચી ગઇ છે.  આ અંગે આધારભુત વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીમાં પુરવઠાનાં ડોર સ્ટેપ કોન્ટ્રાકટ મામલે હાઇકોર્ટ સુધી કાનુની જંગ મંડાયો છે.

આ ઉપરાંત રાજકોટમાં પણ આ કોન્ટ્રાકટ મામલે ગણગણાટ શરૂ થયો છે.

પુરવઠા તંત્ર દ્વારા શહેર જીલ્લાનાં સસ્તા અનાજનાં પરવાનેદારોને ત્યાં અનાજ-કેરોસીન વગેરે પુરવઠો પહોંચતો કરવા માટે આ ડોર સ્ટેપ ડીલેવરીના કોન્ટ્રાકટો કલેકટર તંત્ર દ્વારા અપાઇ રહ્યા છે તેમાં જબરી લાગવગ શાહી અને સગાવાદ ચાલતો હોવાનાં આક્ષેપો સાથે હાઇકોર્ટમાં પ્રકરણ પહોંચ્યું છે.

દરમિયાન આ બાબત રાજય સરકાર સુધી પહોંચતાં રાજય સરકાર દ્વારા એવો નિર્ણય લેવાયાનું જાણવા મળ્યુ છે કે, આગામી ૩૧ માર્ચ ર૦૧૮  બાદ રાજકોટ શહેર જીલ્લા સહિત રાજયભરનાં પુરવઠાનાં ડોર સ્ટેપ ડીલેવરીનાં કોન્ટ્રાકટો રાજય સરકાર દ્વારા જ અપાશે. તેની ટેન્ડર પ્રક્રીયા પણ ગાંધીનગરથી થશે. આમ કલેકટર તંત્ર પાસેથી આ સત્તા ખૂંચવી લેવાશે.

(3:14 pm IST)