Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રાજકોટના દિવ્યાંગ વિપુલ બોકરવાડીયાએ ત્રીજી વખત સફળ રીતે ગીરનાર સર કર્યો

હોસલા બુલંદ હો તો મંજીલે આસાન

રાજકોટ તા. ૨૭ : હોંસલો બુલંદ હોય તેમને માટે બધા રસ્તા આસાન થઇ જાય છે. કઇક  આવુ જ મુળ લાઠી તાલુકાના ચાવંડ ગામના અને રાજકોટ સ્થાયી થયેલા વિપુલભાઇ દામજીભાઇ બોરકરવાડીયા (ઉ.વ.૩૪) એ સિધ્ધ કરી બતાવ્યુ છે. બંને પગે પોલીયોના કારણે ૮૦ ટકા વિકલાંગતા આવી ગઇ. પરંતુ હિંમત હાર્યા નથી. નોર્મલ વ્યકિતને પણ હંફાવે તેવી તેમની પ્રવૃત્તિઓ છે.

જુનાગઢના ગીરનાર પર્વતનું માત્ર ૧૫ કલાકમાં ચઢાણ અને ઉતાર તેઓએ સફળરીતે પુર્ણ કરી બતાવ્યુ. જો કે તેમનો ઉત્સાહ વધારવા મિત્રો, મોટાભાઇ અને સગા સ્નેહી મળી ૧૫ લોકોની ટીમ સતત સાથે રહી હતી. વિપુલભાઇ કહે છે કે આ મે આ ત્રીજી વખત ગીરનાર આરોહણ અવરોહણ કરેલ છે. મારા જેવા અન્ય વિકલાંગોને તેમજ નોર્મલ વ્યકિતઓને પ્રેરણા મળે તે માટે હું આ પ્રવૃત્તિ કરૂ છુ. બે વર્ષનો હતો ત્યારથી પોલીયોમાં બન્ને પગ ગુમાવેલ છે. પરંતુ મેં વિચાર્યુ કે પગ નથી તો શું થયું? હાથ તો સરસ છે. બસ એ રીતે એમજ કહોને કે હું મારી વિકલાંગતા સાવ ભુલીને નોર્મલ વ્યકિતની લાઇફ જીવી રહ્યો છુ.

ઉલ્લેખનીય છે કે વિપુલ બોકરવાડીયા વ્યવસાયે વેબસાઇટ ડીઝાઇનર છે. પોતાનો પ્રાઇવેટ બીઝનેશ ધરાવે છે. વિકલાંગતાને સાવ ભુલીને ગમે તે પ્રવૃત્તિઓ માટે તેઓ હંમેશા તત્પર રહે છે. તેમના મો.૯૮૭૯૪ ૨૭૭૧૯ છે.

(4:50 pm IST)