Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

પરિણિતાની દુઃખત્રાસની ફરિયાદમાં સાસુ સસરા સામેની કાર્યવાહીમાં હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ, તા. ર૭ : રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ખુશી વા/ઓ તેજસભાઇ દવે તા. ૩૧-પ-ર૦૧૭ના રોજ પોતાની પર થયેલ દુઃખત્રાસની ફરીયાદ સાસરીયાઓ વિરૂદ્ધ નોંધાવેલ હતી જે ફરીયાદ કોર્ટસામે સાસરીયાએ અરજી કરતા કેસની કાર્યવાહી સ્થગિત કરતો હુકમ ગુજરાત હાઇકોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, તા. ૩૧-પ-ર૦૧૭ના રોજ ખુશીબેન વા/ઓ તેજસભાઇ દવે રહે. રાજકોટવાળાએ પોતાના પતિ, સાસુ-સસરા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવેલ હતી કે, તેણીના પતિ તેજસભાઇ તથા સાસુ હર્ષાબેન તથા સસરા ધર્મેન્દ્રભાઇ સાથે રહેતા હતાં તે દરમ્યાન પતિ તેણી સાથે ઝઘડો કરતો તથા અવાર-નવાર મારકૂટ કરતા અને જાનથી પતાવી નાખીશુ તેવી ધમકી આપતા ફરીયાદીને ઘર સંસાર ચલાવવો હોય જેથી તે બધુ સહન કરી લેતી અને તેણીના સાસુ-સસરા તેણી સાથે અવાર-નવાર ઝઘડો કરી દુઃખત્રાસ આપતા હતાં અને પતિ તેજસભાઇને ચડામણી કરતા જેથી (૧) તેજસભાઇ દવે (ર) હર્ષાબેન ધર્મેન્દ્રભાઇ દવે (૩) ધર્મેન્દ્રભાઇ જન્મશંકર દવે રહે. બધા 'મહાદેવ', ગાયત્રીનગર શેરી નં. પ, રાજકોટ તે મતલબનો મહિલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ હતો.

મહિલા પોલીસ સ્ટેશનમાં સદરહું ગુન્હો નોંધાતા તપાસ કરી તપાસ અમલદારે રાજકોટની અદાલતમાં ચાર્જશીટ કરાતા આરોપીઓને અદાલત દ્વારા હાજર થવાનો આદેશ કરવામાં આવેલ. સાસુ હર્ષાબેન, સસરા ધર્મેન્દ્રભાઇએ કેસ ટકવાપાત્ર ન હોય તેવું જણાવી ગુજરાત હાઇકોર્ટમાં તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત ફરીયાદ રદ કરવા અરજી દાખલ કરેલ હતી. સાસુ-સસરા તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે, ફરીયાદીના તમામ આક્ષેપો ખોટા અને બનાવટી છે જે અંગેના તમામ દસ્તાવેજો હાઇકોર્ટ સમક્ષ રજૂ રાખેલ હતા જે સંદર્ભે હાઇકોર્ટે સાસુ-સસરા સામેનો કેસ સ્થગિત (સ્ટે) કરતો હુકમ ફરમાવેલ હતો.  આ કામમાં આરોપી વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ તથા હાઇકોર્ટના ખીલન ચાંદ્રાણી રોકાયેલ હતા.

(11:17 am IST)