Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

નવાગામમાં સમજુબેન કોળીને વિશાલે ગોઠણમાં પાણકો માર્યો

મારે જેની સાથે માથાકુટ છે તેની સાથે તમે શું કામ બોલો છો? કહી ડખ્ખો

રાજકોટ તા. ૨૭: કુવાડવા રોડ પર નવાગામમાં બીએમડબલ્યુના શો રૂમ પાછળ રહેતાં સમજુબેન સવજીભાઇ ડાભી (ઉ.૬૦) નામના કોળી વૃધ્ધાને તેના પડોશમાં જ રહેતાં વિશાલ કોળી નામના શખ્સે ઝઘડો કરી ગોઠણમાં પાણો મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. સમજુબેનના પુત્રના કહેવા મુજબ વિશાલ કોળીને અન્ય પડોશી સાથે છોકરી બાબતે માથાકુટ થઇ હતી. મારા બા એ લોકો સાથે બોલતાં હોઇ વિશાલે આવી મારે જેની સાથે માથાકુટ ચાલે છે તેની સાથે તમે શું કામ એની સાથે બોલો છો? તેમ કહી ઝઘડો કરી પથ્થરમારો કર્યો હતો.

(11:13 am IST)