Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

યુવતીના અંડાશયમાં ૬.૩ કિલોની ગાંઠ, ડો. ઉમેશ ગઢવી દ્વારા સફળ ઓપરેશન

રાજકોટઃ ૧૯ વર્ષની યુવતીને અંડાશયની ૬.૩ કિલોની  ઓવેરીયન સીસ્ટોડીનોમા નામની જોવા મળતી ગાંઠનું દુરબીન દ્વારા ખુબ જ જટીલ પરંતુ સફળતાપૂર્વક ઓપરેશન જનની હોસ્પિટલના ડો. ઉમેશ ગઢવી દ્વારા કરેલ છે. આ ઓપરેશન બાદ ફકત ૨૪ કલાક બાદ જ દર્દીને હોસ્પિટલમાંથી  રજા આપેલ છે. હોસ્પિટલમાં ગર્ભાશય તથા અંડાશયની તમામ તકલીફોનું દુરબીન દ્વારા ઓપરેશન નિષ્ણાંત ડોકટર દ્વારા કરવામાં આવતુ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:58 pm IST)