Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ડેરી ફાર્મમાં મનપાની ફૂડ શાખાના દરોડા : ૨૦ દૂધના નમૂના લેવાયા

સોરઠિયા વાડી, મીલપરા, કોઠારીયા રોડ, સહકારનગર સહિતના વિસ્તારમાં તંત્ર દ્વારા કાર્યવાહી : યાજ્ઞીક રોડ પર ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ

રાજકોટ તા. ૨૭ : મ.ન.પા.ની ફૂડ શાખા દ્વારા શહેરના સોરઠીયા વાડી, મીલપરા, કોઠારિયા રોડ, સહકારનગર સહિતના વિસ્તારની ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરી ૨૦ દૂધના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ યાજ્ઞીક રોડ પરના ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

દૂધના નમૂના લેવાયા

ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ સર્વેલન્સ નમૂનાલેવામાંઆવેલ જેમાં (૧) મિકસ દૂધ (લુઝ) સ્થળ : તુલસી ડેરી ફાર્મ, નારાયણનગર મે. રોડ (૨) મિકસ દૂધ (લુઝ) સ્થળ : બલરામ ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ (૩) મિકસ દૂધ (લુઝ) સ્થળૅં કેશર વિજય ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ (૪) મિકસ દૂધ (લુઝ) સ્થળૅં અમૃત ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ (૫) મિકસ દૂધ (લુઝ) સ્થળ : નિલકંઠ ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ (૬) મિકસ દૂધ (લુઝ) સ્થળઃ રાધેશ્યામ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મે. રોડ (૭) મિકસ દૂધ (લુઝ) સ્થળ : મહેશ ડેરી ફાર્મ, વાણીયાવાડી મે. રોડ (૮) મિકસ દૂધ (લુઝ) સ્થળ : ઓનેષ્ટ ડેરી ફાર્મ, વાણીયાવાડી મે. રોડ (૯) મિકસ દૂધ (લુઝ) સ્થળ : વિકાસ ડેરી ફાર્મ, કોઠારીયા કોલોની (૧૦) મિકસ દૂધ (લુઝ) સ્થળ : ધર્મપ્રિય ડેરી ફાર્મ, લક્ષ્મીનગર મે. રોડ (૧૧) મિકસ દૂધ (લુઝ) સ્થળ : વૃંદાવન ડેરી ફાર્મ, મીલપરા મે. રોડ (૧૨) ગાયનું દૂધ (લુઝ) સ્થળ : યોગેશ્વર ડેરી ફાર્મ, સોરઠીયા મે. રોડ (૧૩) મિકસ દૂધ (લુઝ) સ્થળ : ભારત ડેરી ફાર્મ, ૮૦' રોડ (૧૪) ભેંસનું દૂધ (લુઝ) સ્થળ : તિરૂપતિ ડેરી ફાર્મ, કોઠારીયા કોલોની (૧૫) મિકસ દૂધ (લુઝ) સ્થળ : સિતારામ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ (૧૬) મિકસ દૂધ (લુઝ) સ્થળ : શ્રીનાથજી ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ (૧૭) મિકસ દૂધ (લુઝ) સ્થળ : શિવમ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ (૧૮) મિકસ દૂધ (લુઝ) સ્થળ : તિરૂપતી ડેરી ફાર્મ, હસનવાડી, બોલબાલા માર્ગ (૧૯) મિકસ દૂધ (લુઝ) સ્થળ : અશોક ડેરી ફાર્મ, સહકાર મે. રોડ (૨૦) ગાયનું દૂધ (લુઝ) સ્થળ : નવનીત ડેરી ફાર્મ, સહકાર મે. રોડ રાજકોટ લીધેલ છે. 

ચેકીંગ

યાજ્ઞિક રોડ પરનાં (૧) મેહુલ્સ કીચન (૨) બાલાજી ઘુઘરા (૩) સન્ની પાજી દા ઢાબા (૪) ન્યુ રાજમંદિર કોલ્ડ્રીંકસ (૫)  જય ભવાની વડાપાઉં, (૬) પંચમીયા બ્રધર્સ, (૭) વિક્રમભાઇ ચાવડા ફુડ ઝોન (૮) શ્રી ચાઇનીઝ પંજાબી એન્ડ પાઉંભાજી ૯) દિપ સેન્ડવીચ (૧૦) જયુશ એન્ડ શેઇક (૧૧) તિરૂપતિ ફુડ્ઝ (૧૨) ન્યુ બોમ્બે સ્ટાઇલ રાજુભાઇ ભેળવાલા (૧૩) ક્રિશ્ના મારવાડી પાણીપુરી (૧૪) પ્રજાપતિ પાણીપુરી ઢોસા હબ સાંઇ સહિતના ૧૪ ફાસ્ટફુડના ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

(3:17 pm IST)