Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

નાનામવા રોડની આવાસ યોજનામાં ગેરકાયદે દબાણ હટાવાયુ

આવાસ યોજના વિભાગ દ્વારા કોમન ચાલવાની જગ્યામાંથી કાચુ-પાકુ બાંધકામનું ડિમોલેશન

રાજકોટ તા. ૨૭ : શહેરના નાનામવા રોડ પર આવેલ BSUP આવાસ યોજનાની કોમન ચાલવાની જગ્યામાં એક ફલેટ ધારક દ્વારા બનાવવામાં આવેલ પતરાવાળુ બાંધકામનું ડિમોલેશન આવાસ યોજના વિભાગ દ્વારા કરી દબાણ હટાવાયુ હતું.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલ BSUP આવાસ યોજના, ઉપાસના પાર્કની બાજુમાં, નાના મવા રોડમાં થયેલ ગેરકાયદેસર દબાણને દુર કરવા મળેલ અરજી અન્વયે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર, સિંહની સુચના અનુસાર તા.૨૬ નવેમ્બરના રોજ સવારે ૧૨થી સ્થળે જઈને ફલેટ નં. ૧૯૧૬, બ્લોક નં. ૮ના રહેવાસી જગદીશભાઈ ગર દ્વારા કોમન ચાલવાની જગ્યામાં બે બાજુ દીવાલ ચણી ઉપર પતરા મારીને ગેરકાયદેસર દબાણ કરેલ હતું, જેને દુર કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર દબાણ અંગે આવાસ યોજના વિભાગ દ્વારા અગાઉ તા.૨૩ ઓગષ્ટના રોજ રોજકામ કરીને તેમજ તા.૨૯ ઓકટોબરના રોજ આ દબાણ દુર કરવા સુચના આપવામાં આવેલ હતી. ત્યારબાદ તા.૨૪ નવેમ્બરના રોજ ફરી ચેકિંગ કરતા આ દબાણ યથાવત હોય, આ દબાણ દુર કરવા ૨ દિવસની આખરી મહેતલ આપવામાં આવેલી હતી. જે અન્વયે આ દબાણ દુર કરીને ચાલવાની કોમન જગ્યાને ખુલ્લી કરવામાં આવેલ છે.

આ કામે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહની આગેવાની હેઠળ આવાસ યોજના વિભાગના આસી. મેનેજર કે. બી. ઉનાવા, ઇન્સ્પેકટરો પ્રફુલભાઈ લીંબાસીયા, ભરતભાઈ પીઠડીયા, વિજયભાઈ જોષી, વિનોદભાઈ ભાલારા ઉપરાંત ટાઉન પ્લાનીંગ વેસ્ટ ઝોન વિભાગના એડીશનલ આસી. એન્જીનીયર મુકેશભાઈ, સર્વેયર કપીલભાઈ, બાંધકામ વેસ્ટ ઝોન વિભાગના વર્ક આસીસ્ટન્ટ મિલિન્દભાઈ પરમાર અને એમની ટીમ, જગ્યા રોકાણ વિભાગના ઈ.આર.ઓ. જયરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ તેમજ રોશની વિભાગના રાજેશભાઈ પટેલ અને એમની ટીમ તેમજ વિજીલન્સ વિભાગની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

(2:35 pm IST)