Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ઉદય કોવિડ હોસ્પિટલમાં વિપક્ષી નેતાને પ્રવેશવા ન દેવાયા : બાવડુ પકડી કાઢી મૂકાયા

રાજકોટ : અગ્નિકાંડની તપાસ માટે આવેલા સરકારના અધિકારી એ.કે.રાકેશ જયારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ પણ હોસ્પિટલમાં પ્રવેશવા માટે પહોંચ્યા હતા. પરંતુ ફરજ પરના સુરક્ષા અધિકારીઓએ તેઓનું બાવડુ પકડી અંદર જતાં રોકયા હતા. તે વખતે માથાકૂટના દૃશ્ય સર્જાયા  જે તસ્વીરમાં નજરે પડે છે. જો કે બાદમાં વશરામભાઈ સ્થળ પરથી જતા રહ્યા હતા.  (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:55 pm IST)