Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કાલાવડ રોડ ચાની હોટલ પાસેથી અશોક ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ, તા.ર૭ : કાલાવડ રોડ પર આવેલી નકલંગ ચાની હોટલ પાસેથી ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલ ચાની હોટલ પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે આવ્યો હોવાની ક્રાઇમ બ્રાંચને હેડ કોન્સ. અભીજીતસિંહ, ઇન્દ્રજીતસિંહ અને અશોકભાઇને બાતમી મળતા પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી. જોગરાણા, એએસઆઇ બીપીનદાનભાઇ, સી.એમ. ચાવડા, હેડ કોન્સ. અભીજીતસિંહ, ઇન્દ્રજીતસિંહ, અશોકભાઇ, કરણભાઇ તથા કરણભાઇ મારૂ સહિતે કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે ચાની હોટલ પાસેથી અશોક રામજીભાઇ સાડમીયા (ઉ.વ.ર૦) (રહે. સાલપાડા તા. ચોટીલા)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. અશોક અગાઉ છ વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(3:40 pm IST)