Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

માર્કેટીંગ યાર્ડમાં સતત બીજા દિવસે ૨૪૭નો કોરોના ટેસ્ટ : ૨ પોઝિટિવ

રાજકોટ : શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજરોજ આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને યાર્ડમાં મજુરી કામ કરાતા શ્રમિકોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને તેમની દુકાનમાં કામગીરી કરાતા મજુરો તેમજ યાર્ડમાં મજુરી કામગીરી કરાતા શ્રમિકોનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરી કોરોના સામે વહેલું નિદાન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કેમ્પમાં કુલ ૩૭૮ લોકોના સ્ક્રીનીંગ અને ૨૪૭ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૦૨ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમને મનપાની ટીમ દ્વારા હોમ કવોરેન્ટાઇન કરવામાં આવશે. હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શકય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે.

(3:34 pm IST)
  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST