Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટના બદ્રીપાર્ક પાસે ૧૭.પ કી.ગ્રા. ગાંજામાં વચગાળાના જામીન પર મુકત કરતી સેશન્સ કોર્ટ

રાજકોટ તા. ર૭ : શહેરના ભવગતીપરા રોડ બદ્રીપાર્ક પાસે અત્રેના ગાંજાના કેસમાં અરજદાર/આરોપી અર્જુન ભરતભાઇ કાબલીયા, રહે. રાજકોટવાળાને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા વચગાળાના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી તથા તેમનો સ્ટાફ તા. ૩/૧૧/ર૦ર૦ ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભગવતીપરા મેઇન રોડ બદ્રીપાર્ક પાસે ભારત પાનની આગળ એક આઇસર ટ્રક પડેલ હતો જે આઇસરમાંથી એક બાચકુ રીક્ષાની પાછળ સીટ પર મુકવા જતા પોલીસની ગાડી પેટ્રોલીંગમાં હોય જે જોઇને આરોપીઓ દ્વારા શંકાસ્પદ વર્તણુંક કરતા જેથી તમામ ચારેય ઇસમોની પુછપરછ કરતા તેની પાસેથી એક સફેદ બાંચકામાં ૧૭.પ૦૦ કી.ગ્રા. જેટલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવેલ હતો જેથી બી.ડીવી.પો.સ્ટે.માં એન.ડી.પી.એસ.એકટ-૮ (સી.), ર૦ (બી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

ત્યારબાદ આ કામમાં ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં એક અરજદાર/આરોપી અર્જુન ભરતભાઇ કાંબલીયા  તેના એડવોકેટ મારફત વચગાળાના જામીન પર મુકત કરવા અરજી કરવામાં આવેલ હતો.

ત્યારે બાદ આ કામમાં ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં એક અરજદાર/આરોપીના એડવોકેટની દલીલોને ગ્રાહક રાખીને તેમજ એ.પી.પી.શ્રીને દલીલોને ધ્યાને રાખીને અરજદાર/આરોપીને અમુક શરતોને આધીન રૂ. ૧પ૦૦૦ના વચગાળાના જામીન પર મુકત કરવાનો નામદાર સેશન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો.

આ કામના અરજદાર વતી રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી.ગોકાણી તથા વૈભવ બી. કુંડલીયા રોકાયેલા હતા.

(2:49 pm IST)