Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કર્ફયુના છઠ્ઠા દિવસે શહેરમાં જાહેરનામા ભંગના ૧૪૯ કેસ

શહેરીજનો રાત્રે કર્ફયુ તથા દિવસે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરે તેવો પોલીસનો અનુરોધ

રાજકોટ તા. ૨૭: કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સરકારે રાત્રી કર્ફયુ લાદેલો હોઇ તેનું પાલન કરાવવા શહેર પોલીસ સતત બંદોબસ્ત જાળવી રહી છે. કર્ફયુના છઠ્ઠા દિવસે શહેરભરની પોલીસે અલગ-અલગ વિસ્તારો, રસ્તા પરથી જાહેરનામા ભંગ સબબ ૧૪૯ લોકોને પકડી લઇ કેસ કર્યા હતાં. લોકો રાત્રી કર્ફયુના નિયમનો અને દિવસે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર સહિતના નિયમોનું પાલન કરે અને જાહેરમાં થુંકે નહિ તેવો અનુરોધ વધુ એક વાર શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યો છે.

(2:47 pm IST)