Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

હરીપર પાળ ખાતે નવનિર્મિત 'જય નકલંક ધામ' ખાતે શનિવારથી ત્રિ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મારવાડના રામદેવડા સમાધી સ્થાનથી માટી અને અખંડ જયોત લાવી કરાયેલ સ્થાપન : રામામંડળના કાર્યક્રમોથી રૂ.૭ કરોડના ખર્ચે વિશાળ મંદિર બનાવાયુ : ૧૨૧ ફુટ ઉંચો સ્તંભ ઉભો કરાયો : શનિવારે રાત્રે ભવ્ય લોકડાયરો

રાજકોટ તા. ૨૭ : અહીંના કાલાવડ રોડ પર હરીપર પાળ ખાતે જય રામદેવ રામામંડળ રાજકોટ દ્વારા ૭ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ 'જય નકલંક ધામ'નો  તા. ૩૦ થી ૨ ડીસેમ્બર એમ ત્રણ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જબ બાબારી ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોએ જણાવેલ કે રાજસ્થાનના મારવાડમાં આવેલ રામદેવરા રામાપીર સમાધી સ્થાનની માટી તેમજ અખંડ જયોત લાવીને અહીં તેના જેવુ જ સમાધી સ્થાન બનાવવામાં આવેલ છે. પ્રાંગણમાં ૧૨૧ ફુટ ઉંચો સ્તંભ ઉભો કરી રામાપીરના પ્રતિક એવા ૫૨ ગજના નેજા ફરકાવવામાં આવેલ છે.

રામામંડળના કાર્યક્રમો થઇ મેળવેલ આવકમાંથી ત્રણ શિખરબધ્ધ મંદિરોનું નિર્માણ કરાયુ છે. વચ્ચે મુખ્ય મંદિરમાં રામદેવપીર અને જમણી બાજુ ખોડીયાર માતાજી તથા ચામુંડા માતાજી તેમજ ડાબી બાજુ રાધા કૃષ્ણ બિરાજશે. દ્વારપાળ તરીકે ગણેશજી અને હનુમાનજી બિરાજશે.

તા. ૩૦ ના શનિવારે પ્રથમ દિવસે રાત્રે ભવ્ય લોકડાયરો રાખેલ છે. જેમાં ઉર્વશી રાદડીયા, અલપા પટેલ અને ખીમજી ભરવાડ જમાવટ કરશે.

તા. ૩૦ ના સવારે ૮.૩૦ વાગ્યે અખંડ જયોતના સામૈયા, બપોરે ૧૧.૨૫ કલાકે જળયાત્રા, બપોરે ૩.૪૫ ગ્રહશાંતિ, સાંજે ૪.૧૫ કલાકે કુટીર હોમ અને સાંજે પ.૩૦ વાગ્યે થાળ આરતી કરાશે. જયારે બીજા દિવસે તા. ર ના સવારે ૯.૩૦ વાગ્યે પ્રસાદ વાસ્તુ પૂજન, ૧૦.૧૫ કલાકે દિક્ષુ વિદિક્ષુ હોમ, બપોરે ૨.૩૦ કલાકે પ્રધાન હોમ, બપોરે ૩.૩૦ વાગ્યે નગર યાત્રા અને સાંજે પ વાગ્યે થાળ આરતી થશે.

તા. ૨ ના સોમવારે સવારે ૧૦.૩૫ કલાકે મુર્તિ પ્રતિષ્ઠા હોમ, બપોરે ૧૨.૩૯ કલાકે અન્નકોટ દર્શન અને સાંજે ૪.૩૦ કલાકે પુર્ણાહુતી સાથે થાળ આરતી કરાશે. સાંજે પ વાગ્યે મહાઆરતી થશે.

શનિ-રવિ સાંજે ૬ થી ૮ અને સોમવારે બપોરે ૧૧ થી ૧ મહાપ્રસાદ રાખેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જય રામદેવ રામામંડળના સભ્યો  રાજેશભાઇ કુરજીભાઇ શીંગાળા (મો.૯૯૭૮૯ ૮૬૪૪૪), ચીરાગભાઇ કુરજીભાઇ મેંદપરા (મો.૯૯૭૮૯ ૮૭૪૪૪), જેન્તીભાઇ પાંચાભાઇ તરપદા (મો.૯૬૮૭૬ ૧૭૦૧૪), વિપુલભાઇ તુળશીભાઇ ચોવટીયા (મો.૯૩૭૪૯ ૯૦૧૫૨), શૈલેષભાઇ મુળુભાઇ રાઠોડ (મો.૯૬૨૫૯ ૯૨૯૯૬) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:56 pm IST)