Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાજકોટ એસ.ટી.ને. પ નવી ડીલક્ષ બસ ફાળવાઇ :આવતા મહિને ૧પ બસ ભંગારમાં જશે

દર મહિને ર૦ થી રપ બસ RTOમાં પાસીંગ માટે જાય છેઃ બસ દીઠ ૪૦૦નો ખર્ચ

રાજકોટ તા. ર૭ : રાજકોટ એસટીને પ નવી ડીલક્ષ બસ  ફાળવાયાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું, તેમણે જણાવેલ કે આજે તો અથવા તો કાલે આ બસ આવી જશે અને બાદમાં જરૂર હશે તે રૂટ ઉપર કે જે જે ડેપોમાં ફાળવી દેવાશે.

તેમણે જણાવેલ કે, પ નવી બસ આવશે, અને આવતા મહિને ૧પ જેટલી બસો ભંગારમાં જશે, જનરલ નિયમ એવો છે કે કોઇપણ બસ ૮ લાખ કીમી. ચાલે એટલે ભંગારમાં મોકલાય છે, પરંતુ ઘણી વખત આવી બસોને આખી ખોલી આરટી.ઓ.માં ફરી પાસીંગ કરાવી દોડાવાતી હોય છે, અને ૧૪ થી ૧પ લાખ કી.મી.સુધી બસો દોડતી હોય છ.ે

રાજકોટ એસટી દ્વારા દરમહિને ર૦ થી રપ બસો આરટીઓમાં પાસીંગમાં જાય છે, દરેક બસનું દર વર્ષે પાસીંગ કરાવવુ ફરજીયાત છે, નવી બસ હોય તો બે વર્ષે અને જુની હોય તો એક વર્ષે, એક બસ ઠીક પાસીંગના આરટી.ઓને રૂ. ૪૦૦ ચુકવાય છે. ટુંકમાં દર વર્ષે રાજકોટ એસટી પ૦૦ બસ લેખે ર લાખ જેવી રકમ આટીઓનેે પાસીંગના ચુકવે છ.ે

દરમિયાન રાજકોટ એસટી ડીવીઝનની આવક હાલ જળવાઇ રહી છે, ટ્રાફીક હોવાના કારણે એજન્સી ૪ર થી ૪૪ લાખની આવક થતી હોવાનું સાધનોએ કહ્યું હતું.

(3:55 pm IST)