Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઉદ્યોગનગર કોલોનીમાં રવિ કુકાવાના કવાર્ટરમાંથી દારૂની ૧૨ બોટલ કબ્જે

રાજકોટ, તા.૨૭: ગોંડલ રોડ પર ઉદ્યોગનગર કોલોનીમાં એ ડીવીઝન પોલીસે દરોડો પાડી કવાર્ટરમાંથી દારૂની ૧૨ બોટલ કબ્જે કરી. પરપ્રાંતિય શખ્સની શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એન.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખારા, એ.એસ.આઇ. બી.વી.ગોહીલ, હેડકોન્સ ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, વીરેન્દ્રસિંહ, નરેશભાઇ, મૌલીકભાઇ તથા જગદીશભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ આઇ.બી.વી.ગોહીલ તથા હેડ કોન્સ જગદીશભાઇ વાંકને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ પર ઉદ્યોગનગર કોલોની કવાર્ટર નં.૧૪૮માં દરોડો પાડી દારૂની ૧૨ બોટલ કબ્જે કરી. રવી ઉર્ફે () ભરતભાઇ કુકાવાની શોધખોળ હાથ ધરી છે.

(3:54 pm IST)