Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાજકોટમાં એમએસએમઇનું ર૦ હેકટર જમીનમાં ટ્રેનીંગ સેન્ટર સ્થપાશે : આસિ. ઉદ્યોગ કમીશનર શ્રીમાળી રાજકોટમાં

શાપર-વેરાવળ કે હડમતાળામાં જમીન આપવા માંગણી : મામલતદાર સાથે નિરીક્ષણ

રાજકોટ, તા. ર૭ :  રાજકોટમાં સ્મોલ સ્કેલ ઉદ્યોગો અંગેનું કરોડોના ખર્ચે મહત્વનું એવું ટ્રેનીંગ સેન્ટર સ્થાપવા રાજય સરકાર જઇ રહી છે.

આ સંદર્ભે આજે-રાજયના ઉદ્યોગ ખાતાના આસિ. કમિશનર શ્રીમાળી રાજકોટ આવ્યા હતા, અને એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા તથા કલેકટરને મળી જરૂરી ડીમાન્ડ મુકી હતી.

ઉદ્યોગ ખાતા તરફથી રાજકોટ કલેકટર તંત્રને ટ્રેનીંગ સેન્ટર માટે ર૦ હેકટર એટલે કે ર લાખ ચો.મી. જમીનની માંગણી કરાઇ છે, અને આ જમીન શાપર-વેરાવળ અથવા તો હડમતાળામાં આપવા અંગે પણ કહેવાયું છે. આ બંને સ્થળે હાલ ચિક્કાર ઇન્ડસ્ટ્રીઝ છે, એની સામે શાપર-વેરાવળમાં તો ઢગલા બંધ દબાણો છે. આ જમીન સંદર્ભે ડીડીઇએલઆર ઉપરાંત કોટડા મામલતદારશ્રી જાદવ અને અન્યોની સાથે આસિ. ઉદ્યોગ કમિશનરશ્રી સ્થળ નિરીક્ષણ માટે ગયા હતા, આ પછી તેઓ ઉદ્યોગ કમીશનરને રીપોર્ટ આપશે,  અને ત્યારબાદ રાજય સરકાર કાર્યવાહી કરશે.

(3:54 pm IST)