Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

કાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના ત્રીજા તબક્કાનો પ્રારંભ

ર૧ પરીક્ષાઓમાં ૭૭૭પ૮ પરીક્ષાર્થીઓઃ ચેકીંગ સ્કવોર્ડ દોડાવાશે

રાજકોટ, તા., ૨૭: પ્રથમ અને દ્વિતીય  તબક્કાની પરીક્ષામાં ગેરરીતીની વ્યાપક ફરીયાદ વચ્ચે પુર્ણ થાય છે ત્યારે આવતીકાલથી ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઇ રહયો છે. જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.ર૮-૧૧-ર૦૧૯થી ત્રીજા તબક્કાની પરીક્ષા યોજાઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ૭૦ થી વધુ કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ગેરરીત અટકાવવા ચેકીંગ સ્કવોડનો સહારો સતાધીશોએ લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષામાં બીએબીએડ સેમ. ૧ માં ૬૮, બીએસ સેમ.૧ માં ૧૯૯પપ, બીએસએમ-૧ ૮રર૭, બીબીએ સેમ-૧ ૪૭૦૬, બીસીએ સેમ.૧માં  ૪ર૯૩, બીકોમ સેમ.૧ માં ર૮૦૧૧, બીકોમ સેમ. ૧ એક્ષટર્નલ ર૧પ૩, બીએસસી સેમ.૧માં ૮૪પ૬ મળી કુલ ર૧ પરીક્ષાઓમાં ૭૭૭પ૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

(3:54 pm IST)