Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ખોટી વેરા શાખ લેનાર રાજકોટના ૩૦૦ વેપારીઓને નોટીસો ફટકારતું વેટ તંત્ર

જોઇન્ટ કમિશ્નર શ્રી ત્રીવેદી દ્વારા કાર્યવાહીઃ તમામ પુરાવાઓ સાથે તેડૂ...

રાજકોટ તા. ર૭: રાજકોટમાં સંખ્યાબંધ વેપારીઓને વેટ તંત્રે ઝપટે લીધા છે. એક મહત્વના સર્વે બાદ રાજકોટના તમામ પ્રકારના વેપારીઓને વેટ તંત્રે નોટીસો ફટકારતા દોડધામ મચી જવા પામી છે, અને આ નોટીસનો જવાબ શું આપવો, શું ખુલાસા કરવા તે અંગે વકિલો સમક્ષ આંટાફેરા શરૂ થઇ ગયાનું બહાર આવ્યું છે.

રાજકોટ વેટના જોઇન્ટ કમિશ્નર-ડીવીઝન-૧૧ના ત્રીવેદીની સુચના બાદ રાજકોટના ૩૦૦ જેટલા વેપારીઓ એવા છે કે જેમણે ખોટી વેરા શાખ લીધી છે, અને તેના પરીણામે આ તમામને કેમ વસુલાત ન કરવી તે અંગેની વેટ તંત્રે નોટીસો ફટકારી, તમામ પુરાવાઓ સાથે હાજર રહેવા જુદી જુદી તારીખો ફાળવી દીધી છે, વેટના સુત્રોના ઉમેર્યા પ્રમાણે ખોટી બેનીફિશયરી-ખરીદ કરનારના લાભમાં લઇ ગયાનું બહાર આવ્યું છે, રીયલ બાબતો તપાસી જે તે વેપારી પાસેથી વસુલાત કરાશે.

(3:53 pm IST)