Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સ્માર્ટ સીટીને લાંછન લગાડતાં તુટેલા ટ્રાફીક સર્કલો

રાજકોટ : શહેરને સ્માર્ટ સીટીની ઓળખ આપવા લાખો-કરોડો ખર્ચાય છે પરંતુ અંતે બધુ દળી...દળી...ને ઢાંકણી...માં કહેવત મુજબ થઇ રહ્યા છે. તસ્વીરમાં સોરઠીયા વાડી સર્કલનું ટ્રાફીક સર્કલ તુટેલી - ફુટેલી હાલતમાં નજરે પડે છે. જે સ્માર્ટ સીટી ને લાંછન લગાડી રહયુ છે... ત્યારે તંત્ર વાહકોને આ ટ્રાફીક સર્કલનાં રીપેરીંગનો સમય નથી... અને નવી યોજનાઓ જાહેર કરીને રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે. પરંતુ જે છે તેને સાચવવામાં બેદરકારી કયારે દુર થશે...? તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે. (તસ્વીર : સંદિપ બગરીયા)

(3:52 pm IST)