Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રેલ્વે મજદુર સંઘ દ્વારા 'UN DAY' ની ઉજવણી

આત્મ નિર્ભરતા, સમ્માન અને થતા શોષણ માટે જાગૃતતા અને વિરોધ થી જ આત્મરક્ષા કરી શકાય...

રાજકોટ : હિરેન મેહતા ડિવિઝનલ સેકેટરી WRMS RJT ની જણાવેલ યાદી મુજબ ૨૫, નવેમ્બર U N DAY તરીકે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામાં આવે છે જેની ઉજવણી WRMS ની રેલ કર્મચારી મહિલાપાંખ દ્વારા કરવામાં આવેલ. જેનો મુખ્ય ઉદેશ શારીરિક, માનસિક શોસણ સામે અવાજ ઉઠાવવાની જાગૃતિ અને હિંમત કેળવવી.મહિલાઓ ની સામાજિક સુરક્ષા અને આત્મરક્ષા એ વ્યકિતગત સજાગતા , જાણકારી અને જાગૃતતા થી જ આવશે . કાર્યસ્થળ પર ના પુરુષ કર્મચારી દ્વારા કરવામાં આવતી દ્વિઅર્થી શબ્દો, ઈશારાઓ, મેસેજ, જોકસ, શારીરિક છેડછાડ, પરિસ્થિતિ નો ગેરલાભ લેવાની વૃત્ત્િ। જેવા અત્યાચાર સામે અવાજ ઉઠાવવો. મહિલાઓ નુ સન્માન એ સુશિક્ષિત સમાજ ની, સભ્ય સમાજ ની અને સમાજ ના વિકાસ માટે જરુરી છે એવો વૈશ્વિક સ્તર પર સંદેશ આપવાનો પ્રયાસ. કેનડલ લાઈટ દ્વારા જાગૃતતા નો, આત્મરક્ષા અને સમ્માન સંદેશ આપેલ હતો. આ પ્રસંગે ડિમ્પલ બેન મેહતા, પ્રફુલ્લા બેન સોલંકી એ ઉપસ્થિત રહી સપોર્ટ આપેલ અને મહિલા વિંગ WRMS ને સફળ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવેલ. અવની ઓઝા ના નેતૃત્વ હેઠળ દક્ષા બેન રાવલ, પુષ્પા ડોડીયા, જયશ્રી એ, વિક્રમ બા, ધર્મિષ્ઠા પૈજા, દિના વ્યાસ, પનાબા જાડેજા, નીતા પરમાર,કિરણ વાજ, પ્રજ્ઞા કારીયા, મધુ કારીયા , દિપ્તી સંદ્યવી, નિર્મળા મકવાણા, પ્રિસ્ટન, જયોતી મહેતા, મનીષા વાળા, માલતી દ્યીયા, જયશ્રી પટેલ, રુપમ,મીના, મનીષા ફાલ્ગુની, હિનાબેન, અન્નપૂર્ણા બા,નાનબાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)