Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જેસીઆઇ રાજકોટ યુવા ની ૨૦૨૦ની નવી ટીમ જાહેર :ક્રિષ્ના માંડવીયા પ્રેસીડન્ટ

જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ

રાજકોટ તા ૨૭  :  વર્ષ ૨૦૦૮ માં જેસીઆઇ રાજકોટ યુવાની સ્થાપના જેસી અશ્વિન ચંદારાણા દ્વારા ૨૦ મેમ્બર્સથી કરવામાં આવી હતી. હાલ પ૦ થી પણ વધારે કપલ મેમ્બરશીપ ધરાવે છે, અને દર મહીને જેસી પ્રણાલી મુજબ પ્રોજેકટ પ્રોગ્રામ મિટિંંગ અને મેમ્બર્સમાટે ટ્રેનિંગ જનરલ બોર્ડનું આયોજન કરે છે.

છેલ્લા ૫,૭ વર્ષથી જેસીઆઇ રાજકોટ યુવા જેસીઆઇ ઇન્ડિયા ઝોન ૭ માં બેસ્ટ ૫ અધ્યાયમાં ગણાય છે. વર્ષ ૨૦૧૯ના વાર્ષિક અધિવેશનમાં વિવિધ પ્રોજેકટ પ્રોગ્રામના ૧૨ એવોર્ડ મેળવી ઝોન-૭માં પ્રથમ સ્થાને રહ્યું.

લીડરશીપની આ સંસ્થામાં જેસી અશ્વિન ચંદારાણા દ્વારા નવા નવા લીડર તૈયાર કરી જેમકે જેસી ગિરીશ ચંદારાણા, જેસી વિશાલ પંચાસરા, જેસી જીજ્ઞેશ શાહ, જેસી મનીષ પલાણ, જેસી મિતેષ પટેલ, જેસી કરણ છાટબાર, જેસી ગોપાલ ઠકરાર, જેસી રચના રૂપારેલ, જેસી શીલુ ચંદારાણા, જેસી ક્રિષ્ના માંડવીયા, જેસી રીમા શાહ, આ સંસ્થાની પ્રવૃતિને વેગ આપે છે. જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા વર્ષ ૨૦૧૯ની ટીમ ને ઉત્સાહભેર માનસ્નમાન સાથે એવોર્ડથી સન્માનિત કરી, વર્ષની ભવ્ય સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.

વર્ષ ૨૦૨૦ની ટીમની ઘોષણા જેસીઆઇ રાજકોટ યુવાના સ્થાપક અધ્યક્ષ અને લીડર જેસી અશ્વિન ચંદારાણા દ્વારા જાહેર કરવામાં આવતાજેસીઆઇ રાજકોટ યુવાનું શુકાન  જેસી ક્રિષ્ના માંડવીયા પ્રેસિડન્ટ, જેસી રચના રૂપારેલ ..... જેસી રીમા શાહ સેક્રેટરી, જેસી સંગીતા રાજાણી જોઇન્ટ સેક્રેટરી, જેસી વિશાલ પંચાશરા વીપી મેનેજમેન્ટ, જેસી ખ્યાતી પાટડીયા વીપી ટ્રનિંગ, જેસી ઉન્નડકટ વીપી પ્રોગ્રામ, જેસી પ્રતિક અઢીયા વીપી બિઝનેસ, જેસી ગોપાલ ઠકરાર વીપી જી.એન્ડ ડી, જેસી સ્વેતા સોઢા વીપી ઈન્ટરનેશનલ, જેસી મનીષ પલાણ ટ્રેઝરર, જેસી કરણ છાટબાર જીએલસી, જેસી સ્વાતિ રાજયગુરૂ ઓડિટર, જેસી ભાર્ગવ ઉનડકટ સબ એડીટર, જેસીરેટ ઋષિતા પટેલ જેસીરેટ ચેરપર્સન, જેસીરેટ મિતલ ઠકરાર જેસીરેટ સેક્રેટરી, જે.જે. હેતવી પટેલ, જેજે ચેરપર્સન, જેજે ટીશા પલાણ, જેજે સેક્રેટરી જેસી સીમા લોઢીયા ડાયરેકટર, જેસી ધારા શેઠ ડાયરેકટર, જેસી હેતલ દોશી ડાયરેકટર, જેસી રૂપા રૂપારેલીયા ડાયરેકટર તરીકે શપથ ગ્રહણ કરશે.

વર્ષ ૨૦૨૦ની ટીમમાં માર્ગદર્શક તરીકે જેસીઆઇ રાજકોટ યુવાના પોસ્ટ પ્રેસિડન્ટ અને સિનીયર જેસી અશ્વિન ચંદારાણા, જેસી ગિીરીશ ચંદારાણા, જેસી રચના રૂપારેલ, જેસી જીગ્નેશ શાહ, જેસી મિતેષ પટેલ અને જેસી હરીશ ચંદારાણા, જેસી ભાર્ગવ ઉનડકટ, નવી ટીમને માર્ગદર્શન પુરૂ પાડશે.

આ તકે ફાઉન્ડર પિલ્લર, જેસી નિલેશ ચાવડા, જેસી સંદીપ બારોટ, જેસી કલ્પેશ ખગ્રામ, જેસી હિતેશ મોદી એ આ નવી ટીમને અભિનંદન આપી વર્ષ ૨૦૨૦ માટેની શુભેચ્છા પાઠવી હતી.

જેસીઆઇ રાજકોટ યુવાનો શપથવિધી કાર્યક્રમનું આયોજનજાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ પ્રણાલી મુજબ થશે. જેની વાર્ષિક કપલ ફી માત્ર રૂા૩૨૦૦/- સાથે ૯ વિવિધ પ્રોગ્રામ સાથે લંચ-ડીનરનો સમાવેશ થાય છે. મેમ્બર્સ થવુંહોય તેઓએ અશ્વિનભાઇ ચંદારાણા મો.૯૮૨૫૩ ૧૪૪૪૩, ગિરીશ ચંદારાણા મો. ૯૮૨૫૧ ૫૭૮૨૧, રચના રૂપારેલ મો.૮૯૮૦૬ ૬૯૯૫૭, ક્રિના માંડવિયા ૯૫૩૭૨ ૦૧૩૭૭ અથવા જેસીઆઇ રાજકોટ યુવા બી ૩૦૩ પૂજા કોમ્પ્લેકસ, હરિહર ચોક, રાજકોટ ખાતે બપોરે ૩.૦૦ થી સાંજે ૭ સુધીમાં (૦૨૮૧ ૨૨૩૭૧૪૯) સંપર્ક કરવા જણાછાયું છે.

(3:49 pm IST)