Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

શનીવારે અમદાવાદમાં કોંગ્રેસની જનવેદના રેલીઃ હેલ્મેટ-મોંઘવારી-ખેડુતોનાં પ્રશ્ને સરકારને ઘેરાવ

આ રેલીમાં શહેરનાં કોંગી આગેવાનો, કાર્યકરોને ઉમટી પડવા અશોકભાઇ ડાંગરની હાકલઃ આજે મીટીંગ યોજાઇ

રાજકોટ,તા.૨૭: સમગ્ર દેશમાં  મોંઘવારી, બેરોજગારી, આર્થિક મંદી, ભરતી કૌભાંડ, નવા આર.ટી.ઓ. ટ્રાફિક નિયમો, શહેરી વિસ્તારમાં હેલ્મેટમાંથી મુકિત, ખેડૂતોના પ્રશ્નો, નબળી અર્થવ્યવસ્થા વગેરે મુદ્દે  પ્રદેશ કોંગ્રેસ  દ્વારા આગામી તા.૩૦ના રોજ આર.ટી.ઓ. સર્કલ, અમદાવાદ ખાતે  જનવેદના રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપેે  રાજકોટ શહેરમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાવા અને રેલીને સફળ બનાવવા માટે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલીમંા વધુ ને વધુ કાર્યકરોને જોડાવા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે અનુરોધ કર્યો છે.

આજે સવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા, પ્રદેશ આગેવાનો પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ ચોવટિયા, મુકેશભાઈ ચાવડા, મયુરસિંહ જાડેજા, મેદ્યજીભાઈ રાઠોડ, કોર્પોરેટરો મનપાના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દિલીપભાઈ આસવાણી, પરેશભાઈ હરસોડા, સંજયભાઈ અજુડીયા, રવજીભાઈ ખીમસુરિયા, મકબુલભાઈ દાઉદાણી, હારૂનભાઈ ડાકોરા, વલ્લભભાઈ પરસાણા, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, નીલેશભાઈ મારું, જયંતીભાઈ બુટાણી, ફ્રન્ટલ-સેલ પ્રમુખો ભાવેશભાઈ ખાચરિયા, જયપાલસિંહ રાઠોડ, નરેન્દ્ર સોલંકી, રાજેશભાઈ આમરણયા, જીગ્નેશભાઈ વાગડિયા, જીગ્નેશભાઈ સભાળ, સંકેત રાઠોડ, આશિસ સિંહ વાઢેર, મહેશભાઈ પાસવાન, રોહિતસિંહ રાજપૂત, મહેશભાઈ પાસવાન, શૈલેન્દ્રસિંહ, વોર્ડ પ્રમુખો કૃષ્ણદતભાઈ રાવલ, ગૌરવભાઈ પુજારા, કલ્પેશભાઈ પીપળીયા, કિશોરભાઈ દુબરીયા, કેતનભાઈ જરીયા, મનસુખભાઈ વેકરીયા, જગદીશભાઈ ડોડીયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, માણસુરભાઈ વાળા, વાસુભાઈ ભમ્ભાણી, નારણભાઈ હિરપરા, નિમેશભાઈ ભંડેરી, દીપકભાઈ દ્યવા, આગેવાનો ઠાકરશીભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ, મથુરભાઈ માલવી, ડો.સંજયભાઈ પટેલ, સુરજભાઈ ડેર, પ્રભાતભાઈ ડાંગર, રામભાઈ હેરભા, સુરેશભાઈ ગરૈયા, બીપીનભાઈ દવે, રસિકભાઈ ભટ્ટ, શૈલેશભાઈ જાદવ, રવિભાઈ ડાંગર, દિપ્તીબેન સોલંકી, મયુરભાઈ વાંક, મેપાભાઈ કણસાગરા, હરિભાઈ, રણમલભાઈ સોનારા, પરસોતમભાઈ સગપરીયા, સંજયભાઈ કથ્રેચા, દિલીપભાઈ પટેલ, વગેરે આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા તેમ કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની  યાદીમાં જણાવાયુ છે.

(3:48 pm IST)