Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઝોમેટોના ડિલિવરીમેનને દારૂ આપનારો હમિદ પણ અગાઉ ઝોમેટોનું કામ કરતો'તો : ધરપકડ

હમિદને એકજ કિડની છેઃ બિમારીનો ખર્ચ કાઢવા દારૂ વેચવાના રવાડે ચડયાનું રટણઃ યુનિવર્સિટી પોલીસે સકંજામાં લીધો

રાજકોટ તા. ર૭ : દસ દિવસ પહેલા ગોપાલ ચોક નજીકથી બાઇક પર  ઝેમેટોના વોકસમાં દારૂની ૬ બોટલો સાથે ડીલેવરીમેન પોરબંદરના મિલન લક્ષ્મણભાઇ ગરેજા (મેર)ને ઝડપાયા બાદ યુનિવર્સિટી પોલીસે તેને દારૂ સપ્લાય કરનાર શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે દસ દિવસ પહેલા જી.જે.રપ એચ.-૬૦૦૦ માં ઝોમેટો બેગ રાખીને ફરતો મૂળ પોરબંદરનો શખ્સ આ બેગમાં ફુડના પાર્સલને બદલે દારૂની બોટલો રાખીને ફરી રહ્યો છે. અને ગોપાલ ચોક નજીક અક્ષર સ્કુલ પાસેથી પસાર થવાનો છે. તેવી બાતમીને આધારે ટીમે વોચ રાખી હતી દરમ્યાન એક શખ્સ નીકળતા તેને અટકાવી તેની પાસેની ઝેામેટો બેગની તલાશી લેતા અંદરથી રૂ.ર૧૦૦ નો ૬ બોટલ દારૂ મળતા પોલીસે તેને પકડી લઇ પુછપરછ કરતા તેણે પોતાનું નામ મિલન લક્ષ્મણ ગરેજા (ઉ.ર૮) (રહે.હાલ કિડવાઇનગર શેરી નં.૧૦ બંધ શેરી, હાઉસીંગ બોર્ડ કોલોની મૂળ પોરબંદર કડીયા પ્લોટ-૧ જણાવતા તેની ધરપકડ કરી હતી. પુછ પરછમાં તેણે પોતે સાત વર્ષ પહેલા પોરબંદરમાં દારૂના ગુનામાં પકડાયાનું કહ્યું હતું અને દારૂની બોટલો હમીદ માડમ નામના શખ્સ પાસેથી લીધો હોવાનુ કેફીયત આપતા યુનિવર્સિટી પોલીસ મથકના આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.જી.ડાંગર, હેડ કોન્સ હરેશભાઇ, રાજેશભાઇ, હરપાલસિંહ, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ અને નિર્મળસિંહ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે બાતમીના આધારે દારૂ સપ્લાય કરનાર હમીદ સલીમભાઇ માડમ (ઉ.ર૪) (રહે. દુધસાગર રોડ હાઉસીંગ બોર્ડ કવાર્ટર બ્લોક નં. પ૩, કવાર્ટર નં. પ૧) ને પકડી લીધો હતો. પકડાયેલો હમીદ માડમ અગાઉ મીલન ગરેજા સાથે ઝેામેટોમાં ડીલેવરીમેન તરીકે નોકરી કરતો હતો બાદ હમીદે નોકરીમાંથી છુટો થઇ ગયો હતો તેને એકજ કીડની હોવાના લીધે બીમાર રહેતો હોઇ તેનો ખર્ચ કાઢવા માટે તે દારૂ વેચવાના રવાડે ચડયો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

(3:47 pm IST)