Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

હોસ્પીટલ ચોક બ્રીજની કપાતનાં બદલામાં કયુ વળતર જોઇએ છે? એફ.એસ.આઇ-રોકડા કે જમીન?

અસરગ્રસ્તોના વાંધા-સુચનો મેળવતી મહાપાલિકા : રેલ્વે,મેડીકલ કોલેજ,એસ.બી.આઇ, ધ ગ્રાન્ડ ઠાકર હોટલ, પ્લેટેનિયમ હોટલ, જ્યુબેલીટ્રેડ સેન્ટર રઘુવંશી નિવાસ,પેટ્રોલ પમ્પ,સિવિલકોર્ટ, આઇ.પી.મીશન સ્કુલ સહીત ૧૭ જેટલી મીલ્કતોમાં ૧૦ થી ૧૦૬૫ ચો.મી કપાત થશે

રાજકોટ તા.૨૭: શહેરના પ્રવેશ દ્વાર સમાં હોસ્પીટલ ચોકમાં ટ્રાયેન્ગ્યુલર બ્રીજ બનાવવા માટે સરકારી કચેરીઓ, પેટ્રોલ પંપ, સ્કુલ, કોર્ટ બિલ્ડીંગ, હોટલો કોમર્શીયલ કોમ્પ્લેક્ષ સહીતની ૧૭ મીલ્કતોમાં ૧૦ થી ૧૦૬૫ ચો.મી. જમીન કપાતમાં લેવાની થતી હોઇ આ તમામ અસરગ્રસ્તોને કપાતનાં બદલામાં વળતરનાં વિકલ્પોની પસંદગી માટે આજે મહાપાલીકાની સેન્ટ્રલઝોન કચેરીમાં તમામ અસરગ્રસ્તો અને ટાઉન-પ્લાનીંગ વિભાગ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં તમામ અસરગ્રસ્તોને ૧૦ દિવસમાં વળતરના વિકલ્પ પસંદગી કરી લેવા તાકીદ કરાયેલ. આ અંગે બ્રીજના ઇન્ચાર્જ ઓફીસર શ્રી વાસ્તવનાં જણાવ્યા મૂજબ હોસ્પીટલ ચોક ખાતે ટ્રાયેન્ગ્યુલર બ્રીજ બનાવવા માટે રેલ્વેની ૧૦૬૫ ચો.મી, મેડીકલ કોલેજની ૧૦૦૭ ચો.મી, આંબેડકરજી પ્રતિમાં પાસે ૨૦ ચો.મી., સ્ટેટ બેન્ક ઓફઇન્ડીયાની,  ૩૨ ચો.મી., પ્લેટેનિયમ હોટલની ૯૫ ચો.મી, ધ ગ્રાન્ડ ઠાકર હોટલની ૯૫ ચો.મી, રઘુવંશી નિવાસની ૧૮ ચો.મી, જયુબેલી ટ્રેડ સેન્ટરની ૧૦ ચોમી, એરની ૭૧ ચો.મી, પ્રોફેસર કવાર્ટરની ૧૮ ચો.મી, જનાનાં સિવિલ હોસ્પીટલની ૩૬૮ ચો.મી, પેટ્રોલપંપની ૮૬ ચો.મી, સિવીલ કોર્ટની ૭૦ ચો.મી, સ્કુલ નં.૧૦-શુલભ શૌચાલયની ૧૨૭ ચો.મી. આઇ.પી.મીશન સ્કુલની ૩૨૨ ચો.મી, ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્શ કોર્ટની ૧૩૯ ચો.મી, ફેમીલી કોર્ટની ૧૩૨ ચો.મી, એડી.આર. સેન્ટરની ૧૯૫ ચો.મી આ તમામ સહીત કુલ ૬ હજાર ચો.મી જમીન કપાત થશે.

આ તમામ અસરગ્રસ્તોને તેઓની જમીનનાં કપાતનાં બદલામા ં(૧)રોકડ રકમ (૨) બીલ્ડીંગ એફ.એસ.આઇ (૩)વૈકલ્પીક જમીનએ ત્રણમાંથી કોઇ પણ એક વિકલ્પ ૧૦ દિવસમાં પસંદ કરવા સુચનાઓ અપાઇ હતી.

(3:46 pm IST)