Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગોકુલનગરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

કાદર પીપરવાડીયા, પ્રભાત ખાંભરા, ઇકબાલ પીપરવાડીયા, લલીત જાદવ, દિલીપ પરમાર અને ભીખુ ધાધલની ધરપકડ

રાજકોટ :  શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા,એ.સી.પી  જે.એસ. ગેડમની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વેલુભા ઝાલા, હેડ કોન્સ. દિગ્પાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, હરપાલસિંહ જાડેજા, ભાવિનભાઇ ગઢવી, તથા યુવરાજસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હરપાલસિંહ અને દેવાભાઇને મળેલી બાતમીના આધારે મવડી રોડ પર આવેલ ગોકુલધામ શેરી નં.૩માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ગોકુલનગર શેરી નં.૩ના કાદર અબુભાઇ પીપરવાડીયા (ઉ.વ.૬૦), ગોંડલ રોડ પંચશીલ સોસાયટી શેરી નં.૧૧ ના પ્રભાત રાણાભાઇ પાંભર (ઉ.વ.૩૦), આંબેડકરનગર-૧૩ ના ઇકબાલ અબુભાઇ પીપરવાડીયા (ઉ.વ.૬૦), લલીત મુળજીભાઇ જાદવ (ઉ.વ.૩૫) નાનામવા સર્કલ પાસે ભીમનગર શેરીનં.૩ નો દિલીપ કરશનભાઇ પરમાર (ઉ.વ.૪૦) તથા ગીરનાર મજુર કોલોની શેરી નં.૫ ના ભીખુભાઇ જયતાભાઇ ધાંધલ (ઉ.વ.૪૨) ને પકડી લઇ રૂા ૧,૦૩,૦૦૦ ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:38 pm IST)