Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અશ્વિન જાનીનું દેહાવસાન : કાલે પ્રાર્થનાસભા

આયુર્વેદના પરમ ઉપાસક - જૂની રંગભૂમિના કલાકાર

રાજકોટ : જૂની રંગભૂમિના કલાકાર અને આયુર્વેદ ઉપાસક શ્રી અશ્વિનભાઈ જાનીનું તા. ૨૬ ના રોજ દેહાવસાન થયું છે. શ્રી અશ્વિન જાની રંગમંચના કલાકાર હોવા ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડીયોના એ ગ્રેડ આર્ટિસ્ટ, ગીતકાર, બાંસુરી વાદક, કલાર્ક ઓફ ધ કોર્ટ, હિન્દી શિક્ષક પણ હતા. શ્રી અશ્વિનભાઈ જાનીની બહુમુખી પ્રતિભાને બિરદાવતા રાજકોટ દૂરદર્શન કેન્દ્રએ ૨૦૦૬ માં 'વડીલોનું વૃંદાવન' કાર્યક્રમમાં આમંત્રિત કરેલા. શ્રી જાની પોતાની પાછળ છ સંતાનો અને અસંખ્ય ચાહકો અને એમની નિઃશુલ્ક સલાહથી સાજા થયેલા બહોળી સંખ્યાના દર્દીઓને વિલાપ કરતા મૂકી ગયા છે. સદગતના માનમાં તા. ૨૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પ્રાર્થના સભાનું આયોજન હળવદ બ્રાહ્મ ણ બોર્ડિંગ, સરદાર નગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ હોવાનું તેમના પુત્ર શ્રી સંજીવ જાની (મો.૯૯૧૩૫ ૫૪૦૬૪)એ જણાવ્યુ છે. અકિલા પરિવાર સાથે અશ્વિનભાઈનો દાયકાઓ જૂનો સંબંધ રહ્યો હતો. કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, રાજેશભાઈ અને નિમીષભાઈ સહિત અકિલા પરીવારે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી હતી.

(3:36 pm IST)