Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઇન્દીરા સર્કલ પાસે કાઠી શખ્સની હત્યા અને હત્યાની કોશિષના ગુનામાં આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા. ર૭ : ઇન્દીરા સર્કલ પાસે આવેલ આઝાદ ગોલા પાસે કાઠી શખ્સની હત્યા અને ખુનની કોશીશમાં આરોપીનો જામીન ઉપર છુટકારો ગુજરાત હાઇકોર્ટ ફરમાવેલ છે.

રાજકોટમાં સરદારનગરમાં રહેતા દેવેન્દ્રભાઈ ઉર્ફ બાવુભાઈ ધાંધલએ તેના મીત્ર કુલદીપ ચાંપરાજભાઈ ખવડની હત્યા અને અભિલવ શીવરાજભાઈ ખાચરની મોત નિપજાવવાંના ઈરાદે છરીઓ વડે હુમલો કરવાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૦૨ અને ૩૦૭ વિગેરે ગુન્હા અંગેની ફરીયાદ તા.૧૧/૪/૨૦૧૯ ના રોજ નોંધાવેલ હતી; જેમાં આરોપી તરીકે પોલીસ કોન્સ્ટેબલ હીરેનસિંહ ખેરડીયા, પોલીસ કોન્સ્ટેબલ   વિજયડાંગર, અર્જુનસિંહ ચૌહાણ તથા બીજા ચાર અજાણ્યો શખ્સો સામે નોંધાવેલ હતી.

આ બનાવમાં ફરીયાદી તેના મીત્ર અભિલવ ખાચર ગુજરનાર કુલદીપ ખવડ,  ભગીરથ ધરમભાઈ વાળા, યશપાલ નિર્મળ ડાવેરા, નિકુંજ જાની વિગેરે તા.૧૦/૪/૧૯ ના રાત્રીના ૧૧-૦૦ કલાકે ઈન્દીરા સર્કલ પાસે આવેલ આઝાદ ગોલાવાળાને ત્યાં ગોલા ખાવા ગયેલા હતા ત્યારે તેઓની સામે વાહનો ઉપર છ થી સાત જણા અજાણ્યા માણસો બેઠા હતા અને તેઓ ઉચા અવાજે દેકારો કરવા લાગેલ અને ગાળો બોલવા લાગેલ જેથી આ બંને જુથ વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થયેલ તેમાં હીરેન ખેરડીયા તથા વિજય ડાંગરએ છરીઓ કાઢી ફરીયાદી ગુજરનાર તથા અન્યો ઉપર હુમલો કરેલ અને આડેધડ છરીના ઘા ઓ મારી દીધેલ હતા અને જેમાં દેવેન્દ્ર ધાંધલને ઈજાઓ થયેલ અભિલવ ખાચરને પણ ઈજા થયેલ અને કુલદીપ ચાંપરાજભાઈ ખવડને જીવલેણ ઈજાઓ થતા   તેઓનું મોત નિપજેલ હતું અને. આ ગુન્હામાં પોલીસે બંને પોલીસ કોન્સ્ટેબલો સહીત અર્જુનસિંહ ચૌહાણ, પાર્થ શૈલેષભાઈ દોશી તથા અંકુર કિરીટભાઈ સંચાણીયાની ધરપકડ કરેલી હતી અને તેઓ વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલી હતી.

ઉપરોકત બનાવમાં પાર્થ શૈલેષભાઈ દોશીએ ગુજરાત.હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ અને જામીન અરજીમાં રજુઆત કરેલ કે હાલના અરજદાર સામે ઢીકા પાટુંનો માર મારેલ હોય તેવો રોલ છે તેઓનું ફરીયાદમાં.નામ આપવામાં આવેલ નથી અને સાયન્ટીફીક પુરાવો પણ હાલના અરજદાર વિરૂધ્ધ જણાય આવતો નથી કેસમાં ચાર્જશીટ  પણ થઈ ગયેલ છે તેવી રજુઆતો કરેલી હતી તેવા સંજોગોમાં   હાઈકોર્ટ પોલીસ તપાસના કાગળો કાયદાકીય પરિસ્થિતી અને બચાવપક્ષની રજુઆતો ધ્યાને લઈ આરોપીને રૂ.૧૦,૦૦૦/- ના શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, નયન મણીયાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:36 pm IST)