Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તારલાઓ અને પ્રતિભાઓને સન્માનીત કરાશે : ૧૫ મીએ એવોર્ડ એનાયત સમારોહ

રાજકોટ તા. ૨૭ : રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલા વિદ્યાર્થીઓ તેમજ અન્ય વિશિષ્ટ પ્રતિભાઓ તથા નારી રત્નોને સન્માનીત કરવા આગામી તા. ૧૫ ડીસેમ્બરના એવોર્ડ સમારોહ યોજવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે એન્જીનીયરીંગ એસો. હોલ, ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે તા. ૧૫ ના બપોરે ૧ થી ૭ સુધી યોજાનાર આ એવોર્ડ સમારોહનું ઉદ્દઘાટન જાણીતા શિક્ષણવિદ્દ ગીજુભાઇ ભરાડના હસ્તે કરાશે.

સરસ્વતી સન્માન સમારોહની સાથે રાજગોર બ્રાહ્મણ પરિવારો માટે અલગ અલગ સ્પર્ધાઓ પણ રાખવામાં આવી છે. શ્લોક ગાન, ગઝલ પઠન, લગ્ન ગીત, હાલરડા, બાળગીત, જોડકણા, મહેંદી સ્પર્ધા થશે. જેમાં ભાગ લેવા ઇચ્છુકોએ તા. ૪ ડીસેમ્બર સુધીમાં ફોર્મ બ્રહ્મસંગમ કાર્યાલય ખાતે ભરી જવાનું રહેશે.

સમારોહમાં મહેમાનોના હસ્તે લોઅર કે.જી.થી પી.જી. કક્ષા સુધીમાં પ્રથમથી ચોથા ક્રમે આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. ઉપરાંત વિશિષ્ટ પ્રતિભાઓ અને નારી રત્નોને પણ એવોર્ડ આપી સન્માનીત કરાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, મહામંત્રી ધીરૂભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ કન્વીનર સતીષભાઇ તેરૈયા, સહકન્વીનરો ગીરધરભાઇ જોશી, સભ્યો તૃપ્તબેન જોશી, ગીજુભાઇ જોશી, માધવભાઇ મહેતા, જગદીશભાઇ દવે, મનીષભાઇ બામટા, પંકજભાઇ ચાંવ, અમિતભાઇ માઢક, જેરામભાઇ ચાવડા ગોર, ઉમેશભાઇ એન. જોશી, ડો. હેમાંગીબેન તેરૈયા, ઇલાબેન જોશી, ભુપતભાઇ મહેતા, દેવાંગ રવિયા, કિશનભાઇ તેરૈયા, કલ્પેશભાઇ બામટા, ભાવેશભાઇ બામટા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બ્રહ્મસમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:34 pm IST)