Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ધ ગ્રાન્ડ ઠાકર-પ્લેટિનમ-ભાભા-હોટ એન્ડ મોરમાં ચેકીંગઃ વાસી સામગ્રી મળી

ધ ગ્રાન્ડ ઠાકરમાંથી વાસી પનીર ગ્રેવી, પ્રતિબંધી કલર ૮૦૦ ગ્રામ, ચટણી સહિતની ૩૦ કિ. ખાદ્ય સામગ્રીનો નાશઃ હોટલ પ્લેટિનિયમમાંથી બટેટા, રાંધેલુ શાક, વાસીલોટ સહિત ૧૯.પ કિલો ખોરાકનો નાશ, હોટલ ભાભામાંથી ૬ કિલો ડુંગળી-બટેટા, હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટમાંથી સોસ અને પ કિલો ચિકનનો નાશ

રાજકોટ તા. ર૭ :.. શહેરની પ્રસિધ્ધ હોટલો ધ ગ્રાન્ડ ઠાકર, હોટલ પ્લેટેનિયમ, હોટલ ભાભા અને હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટ  સહિત ૪ હોટલોમાં મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધરીને ચારે'ય હોટલોમાંથી કુલ ૬પ કિલો વાસી અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો.

આ અંગે આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ ધ ગ્રાન્ડ ઠાકર, જવાહર રોડમાં ચેકીંગ કરાતાં ત્યાંથી પ્રીપેડ ફૂડમાં પ્રતિબંધિત કલર અને આજીનો મોટો (એમ.એસ.જી.) નો ઉપયોગ કરતા હોય તેવું મળી આવેલ છે. ફ્રિજ તથા કોલ્ડરૂમની સફાઇ, પેરીશેબલ વાસી પડતર ખાદ્યચીજોનો ફ્રિઝમાં સંગ્રહ, કિચનના ભોંયતળીયાની સફાઇ, ઓવરઓલ હાઇજીનીક કન્ડીશન વગેરે ક્ષતીઓ મળી આવેલ આ સ્થળેથી         કુલ અંદાજીત ૩૦ કિ.ગ્રા. ખાદ્ય સામગ્રી નાશ કરાયેલ. (૧) પનીર ટીકા ગ્રેવી-૨ કિ.ગ્રા.(૨) પાસ્તા નુડલ્સ-૫ કિ. ગ્રા.(૩) કાપેલા બાફેલા શાકભાજી-૪ કિ. ગ્રા.(૪) મેકસીકન ટીકી-૨ કિ.ગ્રા.(૫) મલાઈ કોફતા-પનીર કોફતા-૧ કિ.ગ્રા.(૬) સેમી કુકડ પનીર-૨ કિ. ગ્રા.(૭) રોટી/થેપલા-૧ કિ.ગ્રા.(૮) સેમી કુકડ બટર -  ૨ કિ. ગ્રા. (૯) રંગોળી પાસ્તા લસણીયા ૧ કિ. ગ્રા.(૧૦) એમ.એસ.જી. તથા કલરની ડબી-૮૦૦ ગ્રામ(૧૧) મકાઈ -  ૧ કિ. ગ્રા. (૧૨) ઢોસા ચટણી - ૨ કિ.ગ્રા.(૧૩) મીઠી ચટણી-મસાલા ચટણી- ૫ કિ.ગ્રા.મંચુરિયન - ૨ કિ.ગ્રા. વગેરેનો સમાવેશ છે.

હોટલ પ્લેટીનમ જવાહર રોડમાં ચેકીંગ કરતાં   કિચનમાં કામ કરનાર સ્ટાફની વ્યકિતગત  આરોગ્ય-ફિટનેસ સર્ટી રજુ કરવા૨. ફ્રિજમાં બિનજરૂરી સંગ્રહ કરેલ વાસી પડતર પેરીશીબલ ખાદ્યચીજનો નાશ  માટે નોટીસ અપાયેલ.

અહીંથી  કુલ અંદાજીત જથ્થો- ૧૯.૫ કિ.ગ્રા.(બાફેલા બટેટા, મંચુરીયન, ચટણી, પ્રિપેર્ડ સબ્જી, બાંધેલો લોટ વગેરે)નો નાશ કરાવેલ.

હોટલ ભાભા, જવાહર રોડમાં  કિચનમાં મચ્છર જાળી નંખાવવી, કર્મચારીના મેડીકલ સર્ટી રજુ કરવા, શાકભાજીને સોર્ટીગ્સ કરીને સંગ્રહ કરવો. સુચના અપાયેલ.

અહીંથી  કુલ અંદાજીત જથ્થો - ૩ કિ. ગ્રા. (ડુંગળી, બટેટા)નો નાશ કરાયેલ. હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટજવાહર રોડને   હાઇજીન બાબતે નોટીસ આપેલ. અહીં  કુલ અંદાજીત જથ્થો ૧૩ કિ. ગ્રા. (એકસપાયરી થયેલ રેડચિલી સોસ - ૮ નંગ,ફ્રિઝમાં ખુલ્લુ રાખેલુ ચીકન - ૫ કિ.ગ્રા)નો નાશ કરાયેલ.

ચટણી-શાકનાં નમૂના લેવાયા

આ ઉપરાંત ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઇ અન્વયે નીચે દર્શાવેલ સેમ્પલ ફુડ સેફટી ઓફીસરો દ્વારા લેવામાં આવેલ હતા તથા પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે.

જેમાં ગ્રીન ચટણી (પ્રિપેર્ડ, લુઝ), હોટલ પ્લેટીનમ, પથિકાશ્રમની સામે જવાહર રોડમાંથી લેવાયેલ.

કબાબ ચટણી (પ્રિપેર્ડ, લુઝ), ધ ગ્રાન્ડ ઠાકર, જયુબેલી ગાર્ડન પાસે, જવાહર રોડમાંથી લેવાયેલ.

રીંગણા બટેટાનું શાક (પ્રિપેર્ડ, લુઝ), હોટલ ભાભા મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાસે, જવાહર રોડમાંથી લેવાયેલ. ઉપરોકત નમૂનાના રીપોર્ટ આવ્યે ફુડ સેફટી એન્ડ સ્ટાડર્ડ એકટ અન્વયે કામગીરી કરવામાં આવશે.

નોટીસો અપાઇ

આ ઉપરાંત સરગમ ફુડ  કસ્તુરબા રોડને  ટેગીગ કરવા નોટીસો અપાયેલ.

બેચલર્સ કિચન કસ્તુરબા રોડને  ર જી છે તેમજ લાયસન્સની અરજી  કરવા,  કિચનમાં કામ કરનાર સ્ટાફની વ્યકિતગત  આરોગ્ય-ફિટનેસ સર્ટી રજુ કરવા નોટીસ અપાયેલ.

ફ્રેન્ડસ ઢોસા સેન્ટર કસ્તુરબા રોડને  કિચનમાં કામ કરનાર સ્ટાફની વ્યકિતગત  આરોગ્ય-ફિટનેસ સર્ટી રજુ કરવા નોટીસ અપાયેલ.

આ ઉપરાંત  હોટલો ઉપરાંત અન્ય પાંચ હોટલોમાંથી ચેકીંગ કરાયેલ પરંતુ તેમાં કશુ વાંધાજનક ન હતું. કુલ ૧ર હોટલ - રેસ્ટોરાઓ ચેક કરાયેલ.

(3:22 pm IST)