Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાજકોટમાં સતત બીજા દિવસે વીજ દરોડાઃ વાવડી-મવડી-નાનામવા- માધાપર ક્ષેત્રમાં ટીમો ત્રાટકી

૪૦ ટીમો દ્વારા ચેકીંગઃ ૬ ફીડરના વિસ્તારોમાં ધોંસઃ કોર્પોરેટ ડ્રાઇવ

રાજકોટ તા. ર૭: રાજકોટમાં આજે સતત બીજા દિવસે વીજ દરોડા પાડવામાં આવ્યા છે, કોર્પોરેટ ઓફીસની સૂચના બાદ એકઝી. ઇજનેર પી. જે. મહેતા અને ડે. ઇજનેરો લાલકીયા, દાંડીયાના મોનીટરીંગ હેઠળ ૪૦ ટીમો વાવડી-મવડી-નાનામવા અને માધાપર સબ ડિવીઝનના ક્ષેત્રોમાં ત્રાટકી છે. કોર્મશીયલ અને રેસીડન્સ બંને કનેકશનો ચેક કરાઇ રહ્યા છે, એક આર્મી મેન, લોકલ પોલીસ, વીડીયોગ્રાફરો સાથે ૪૦ ટીમોએ ૬ ફીડરો કવર કરી ધોંસ બોલાવી હતી.

ઉપરોકત ચારેય સબ ડિવીઝન વિસ્તારમાં ટી એન્ડ ડી લોસ વધુ હોવાનું ધ્યાને આવ્યા બાદ રાજકોટ સીટી ડીવીઝન-૩ના આ ક્ષેત્રમાં સવારથી દરોડા પડાયા હતા.

વીજ દરોડા અંગે રાજકોટ સીટી સર્કલના મુખ્ય ઇજનેર શ્રી પાલા ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.

(3:21 pm IST)