Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

દિવ્યાંગ અને બાળ કલ્યાણ માટેની સંસ્થાઓને વ્યકિત દીઠ નિભાવ ગ્રાંટમાં રૂ.૬૬૦ વધારાયા

રાજકોટ, તા. ર૭ : સમાજ સુરક્ષા ખાતા હસ્તકની દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ અને બાળ કલ્યાણ હેઠળ કામ કરતી સંસ્થાઓના અંતેવાસીઓની માસિક નિભાવ ગ્રાન્ટ રૂ.૧પ૦૦થી વધારીને ર૧૬૦ કરવા માટે સરકારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપસચિવ ડી.સી. પટેલની સહીથી તા. ૧૬ નવેમ્બરે પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા યોજાયેલ 'મોકળા મને કાર્યક્રમ' તેમણે સમાજ સુરક્ષા ખાતા હસ્તકની દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રની ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે કાર્યરત નિવાસી ૧૩ર દિવ્યાંગ સંસ્થાઓના ૧૦,૦રપ અંતેવાસીઓ તેમજ બાળ કલ્યાણ ક્ષેત્રના ચિલ્ડ્રન હોમના પ૪ સંસ્થાઓના ૧,૬પ૪ અંતેવાસીઓ માટે હાલની નિભાવ ગ્રાન્ટ રૂ. ૧,પ૦૦/-થી વધારી રૂ. ર,૧૬૦- અંતેવાસી દીઠ તા. ૧- ૧૧-ર૦૧૯થી મંજૂર કરવાની જાહેરાત કરેલ. જે અન્વયે પરિપત્ર કરાયો છે.

(12:00 pm IST)