Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વિજયભાઈના શાસનમાં રાજકોટ - સૌરાષ્ટ્રના વિકાસને વેગ મળ્યો : રાજુ ધ્રુવ

રાજકોટ-અમદાવાદ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેકટની વધુ એક ભેટ : રાજકોટને ૨૪ કલાક પાણી મળે તેવી વધુ એક ભેટ આપવા મુખ્યમંત્રી મક્કમ

રાજકોટ, તા. ૨૭ : રાજકોટ મનપામાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને મેયર તરીકે રહી સફળતાપૂર્વક શહેરનાં હિતમાં કાર્ય કરી ચૂકેલા નગરસેવક તેમજ હાલમાં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે સમગ્ર રાજય ના ઝડપી-ગતિશીલ વિકાસને મંત્ર બનાવી પ્રજા સમર્પિત ભાવ થી ફરજ બજાવી રહેલ તથા રાજકોટ-સૌરાષ્ટ્ર પર વિશેષ વ્હાલ વરસાવનારા રાજયના મુખ્યસેવક વિજયભાઈ રૂપાણીએ એઈમ્સ, એરપોર્ટ, બસપોર્ટ, આવાસ યોજના, અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ, કન્ટેનર ડેપો, જીઆઈડીસી, હોસ્પિટલ, ન્યૂ રેસકોર્ષ, સિકસલેન હાઈવે બાદ રાજકોટ-અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેકટ માટે મંજૂરી આપીને રાજકોટને ખરા અર્થમાં વિકાસશીલ બનાવ્યું છે એવું જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી જયારે રાજકોટ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર હતા ત્યારે રાજકોટની પાણીની સમસ્યાને દૂર કરી હતી. ત્યારબાદ જયારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા છે ત્યારે તેમણે સૌની યોજના વડે રાજકોટ-સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધી છે. રાજકોટ હોય કે ગાંધીનગરમાં તેઓ રાજકોટની સુખાકારી માટે સદાય કાર્યશીલ રહ્યાં છે. મુખ્યમંત્રી તરીકે તેમણે સૌરાષ્ટ્ર ના પાટનગરઙ્ગ રંગીલા રાજકોટને અનેક પ્રજાલક્ષી પ્રોજેકટની ભેટ આપી છે. આગામી સમયમાં રાજકોટને ચોવીસ કલાક પાણી મળે તેવી ભેટ આપવા પણ આપણા મુખ્યમંત્રીશ્રી મક્કમ છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં રાજકોટ-સૌરાષ્ટ્રમાં અનેક પ્રજાકીય કાર્યોને વેગ મળ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી રાજકોટનાં હોવાથી રાજકોટને અનેક પ્રકારે ફાયદો થઈ રહ્યો છે અને રાજકોટમાં વિકાસ કાર્યો પૂરબહારમાં થઈ રહ્યાં છે. આજે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, વિશ્વકક્ષાની હોસ્પિટલ, આધુનિક કક્ષાનું બસપોર્ટ, વર્લ્ડકલાસ મ્યુઝિયમ, સુવિધાસભર મકાનો, રોડરસ્તા વગેરે નિર્માણ પામ્યા છે કે પામી રહ્યાં છે તે પાછળનું શ્રેય રાજકોટનાં ધારાસભ્ય અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ફાળે જાય છે. ઝડપભેર રાજકોટ વિશ્વનાં સૌથી વધુ વિકસતા શહેરોની યાદીમાં સ્થાન પામ્યું છે. સ્વચ્છતા મિશનમાં પણ રાજકોટનો દેખાવ દ્યણો સારો છે. ઉપરાંતઙ્ગ એક રીતે જોવા જઈએ તો મુખ્યમંત્રીશ્રીઙ્ગ આખા ગુજરાતનું શ્રેષ્ઠ સંચાલન કરવામાં પોતાના હોમટાઉનને સર્વશ્રેષ્ઠ આપવાનું ભૂલ્યા નથી કે રાજકોટને જરા પણ ઓછું આવવા દીધું નથી. રાજકોટની સુખ, સુવિધા, સુખાકારી માટે સદાય કાર્યશીલ વિજયભાઈ રૂપાણી રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતઙ્ગ માટે એક પ્રજાવત્સલ લોકસેવક છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં જનસેવાનાં કાર્યો થવામાં અને જનસામાન્યનાં વિકાસ માટેની અનેક નવતર પહેલનું સાક્ષી રાજકોટ બન્યું છે. વિજયભાઈ રૂપાણીમાંથી પ્રેરણા લઈને પક્ષનાં અગ્રણીઓ દ્વારા રાજકોટનાં લોકોના પ્રશ્નો અને મુશ્કેલીઓ તેમના દ્વારે જઈને ઉકેલવામાં આવી રહી છે. જાહેર જીવનના પ્રારંભકાળથી જ સમૂહભાવના અને મૈત્રીભાવ સાથે કામ કરીને સૌનો વિચાર કરવાનો તેમનો અભિગમ આજે પણ એટલો જ બરકરાર છે અને અન્ય માટે પ્રેરણાદાયી બન્યો છે. તેમની આ જ કાર્યશૈલીને કારણે આજે રાજકોટ વૈશ્વિક ફલક પર સ્માર્ટ સીટી તરીકે ઉભરી રહ્યું છે. રાજકોટમાં શાંતિ, સલામતી અને સૌહાર્દનું વાતાવરણ બની રહયું છે.

(12:00 pm IST)