Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

'ઇ-ટાસ' બંધ કરો ,નહિતર સોમવારથી મહેસુલી કામગીરીનો બહિષ્કારઃ તલાટી મહામંડળનું એલાન

ઓનલાઇન હાજરીનો વિરોધ : અન્ય પ્રશ્નો માટે પણ સરકારને આવેદન

રાજકોટ,તા.૨૭: ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ગઇ કાલે ગાંધીનગરમાં સરકારના પદાધિકારીઓને મળીને પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ. મહામંડળના પ્રમુખ ભરતભાઇ આહીર અને મહામંત્રી અજયસિંહ જામના નામથી મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપવામાં આવેલ છે. જેમાં ઇ તલાટી એટેડન્સ સિસ્ટમનો અમલ બંધ કરવામાં ન આવે તો બીજી ડીસેમ્બરથી મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી અપાયેલ છે.

રાજકોટ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ચિરાગ ગેરૈયાની યાદીમાં જણાવાયા મુજબ આવેદનમાં જણાવાયેલ કે રાજયની તમામ કેડર ની કામગીરી ધ્યાને લેતા તલાટી કમ મંત્રી તમામ યોજનાકીય કાર્યવાહી ની અમલવારી ની સાથે ચૂંટણી, ગરીબ કલ્યાણ મેળા, pm કિસાન, પૂર રાહત, દુષ્કાળ, મહેસૂલી તથા અન્ય ઈમર્જન્સી કામગીરી કરે છે, અને ફરજના કલાકો સિવાય ના સમયમાં પણ દિવસ કે રાત જોયા વગર સતત કામગીરી કરે છે છતાં અન્ય કોઈ કેડર ને  e - tasએપ્લીકેશન ની અમલવારી કરવાનો નિર્ણય લેવાયો નથી જે અમોને અન્યાયકર્તા છે. રાજયના અંતરિયાળ વિસ્તાર તથા ડંગરાળ પ્રદેશ ના દ્યણા જિલ્લાઓમાં નેટવર્ક સિસ્ટમ પકડાતી નથી જેથી આવા વિસ્તારમાં ઉપરોકત e - tas઼ તેમજ કોમ્પ્યુટર એપ્લીકેશન નો અમલ થઈ શકે તેમ નથી જે એ તલાટી કમ મંત્રીઓ ને હાજરી પુરી શકાય તેમ નથી.

રાજય માં તલાટી કમ મંત્રી કેડર માં ૩૦ %થી વધુ મહિલાઓ ફરજ બજાવે છે e - tasએપ્લીકેશન માં ફોટા લઈ હાજરી પુરવાની હોઈ તથા તેમાં મોબાઇલ લોકેશન જણાતું હોઈ તેનો દુરુપયોગ થવાની સંભાવના છે જે તેઓની બંધારણીય પ્રાઈવેસી અધિકાર ના હનન સામાન છે

આવેદનમાં જણાવાયું છે કેસને ૨૦૧૮ માં તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પડતર માંગણીઓ બાબતે આંદોલન કરવામાં આવેલ જેનો સરકારશ્રી ના આગ્રહથી આંદોલન મુલ્તવી રાખેલ અને સરકારશ્રી સાથે થયેલ સમજૂતી પૈકીના અન્ય મુદ્દાઓ જેવાંકે રેવન્યુ તલાટી મર્જ કરવા, ર૦૦૪ ની ભરતી વાળા તલાટી ની નોકરી સળંગ ગણવી, તલાટી કમ મંત્રી ને વિસ્તરણ અધિકારી સહકાર તથા આંકડા માં પ્રમોશન આપવું વિગેરે મુદ્દાઓ બાબતે આજદિન સુધી અમલવારી થયેલ નથી.

સરકારશ્રી દ્વારા e - tas ના માધ્યમ થી હાજરી પૂરવામાં આવશે તો તલાટી કમ મંત્રી ફરજનો સમયગાળો ૧૦ - ૩૦થી ૬ - ૧૦ સુધીનો રહેશે એ સિવાયના સમયમાં હવે અમારી પાસે કરાવવામાં આવતી તમામ કામગીરી પર વિપરીત અસર પડશે જે ઈમરજન્સી સેવાઓને ભારે અસર કરશે એ બાબત પણ મહત્વની રહેશે અને ૧૦ -૩૦થી ૬ - ૧૦ સિવાયના સમયમાં તલાટી કમ મંત્રી ને કામગીરી કરવા ફરજ પાડી શકાશે નહીં

તાત્કાલીક આ e - tas અમલવારી બંધ કરવામાં નહીં આવે તો ૨ ડિસેમ્બર થી રાજય ના તમામ તલાટી કમ મંત્રી રેવન્યુ કામગીરી નો બહિષ્કાર કરશે તેમજ એન્ડ્રોઇડ મોબાઇલનો સંપૂર્ણ બહિષ્કાર કરશે તથા ગામે હાજરી આપી ફકત પંચાયત ની કામગીરી કરશે અન્ય કોઈપણ વધારાની કામગીરી નો બહિષ્કાર કરશું. તેમ રાજયકક્ષાએ સરકારને અપાયેલ આવેદનમાં જણાવાયાનું રાજકોટ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ચિરાગ ગેરૈયા જણાવે છે.(૨૨.૧૧)

(11:38 am IST)