Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

લાપાસરીના દારૂના ગુન્હામાં ૯ માસથી ફરાર આંતર જીલ્લા ગુન્હેગાર ચોટીલાના ખેરાણાનો અજય રાજકોટમાં ઝડપાયો

વઢવાણ, તા.૨૭:  રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સયુકત પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની ખાસ ઝુંબેશના ભાગરૂપે ભૂતકાળના ગુન્હામાં ઊંડાણ પૂર્વક તપાસ કરી નાસતા ફરતા આરોપીઓને તાત્કાલિક શોધી, આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી..

ગઈ તા. ૨૮.૦૩.૨૦૧૮ના રોજ રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના લાપાસરી ગામની સીમમા બાતમી આધારે પ્રોહીબિશન અંગે રેઇડ કરવામાં આવતા, આરોપી લાલજી લાખા ઓળકીયાના મકાનમાંથી દારૂની બોટલ નંગ ૫૦ તથા બીયર ટીન ૨૦ મળી, કુલ રૂ. ૨૨૫૦૦/- નો મુદામાલ પકડી પાડવામાં આવેલ હતો. આ ગુન્હામાં આરોપી ઓળકીયા રહે. લાપાસરી ગામની સિમ, ભઠ્ઠામાં ઓરડીમાં, કોઠારીયા રોડ, રાજકોટ પકડાયેલ હતો. પકડાયેલ આરોપી લાલજીભાઈ લાખાભાઈ ઓળકીયાએ આ ગુન્હામાં પોતાની સાથે આરોપી અજય પાંચાભાઈ રહે. ખેરાણા ગામ તા. ચોટીલા હોવાની કબૂલાત કરેલ હતી.

 પોલીસ દ્વારા આજદિન સુધી આરોપી અજય પાંચાભાઈની તપાસ આજી ડેમ પોલીસ સ્ટેશનના પો. ઈન્સ. પી. એન.વાદ્યેલા તથા પો.સ.ઇ. કે.જી.સીસોદીયા તથા સ્ટાફ દ્વારા તપાસ કરવા છતાં છેલ્લા નવ માસથી મળી આવતો ના હતો ..રાજકોટ શહેરના ર્ંઝોન ૧ ડીસીપી રવિ મોહન સૈર્નીં તથા શહેર ઈસ્ટ ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇન્સ. પી.એન.વાદ્યેલાને હે.કો. મહિપાલસિંહ મારફતે મળેલ બાતમી આધારે આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.એન.વાઘેલા, પો.સ.ઇ. કે.જી.સીસોદીયા, હે.કો. મહિપાલસિંહ, કનકસિંહ સહિતની એક ટીમ દ્વારા રતનપર ગામ ખાતે વોચ રાખી, તપાસ કરતા, ર્ંઆરોપી અજય રતનપર ગામ રોડ ઉપરથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ.

પકડાયેલ આરોપી અજય  મોજશોખના રવાડે ચડી ગયેલ હોઈ, સહેલાયથી રૂપિયા મેળવવા આ ગુન્હો કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. ર્ંપકડાયેલ આરોપી વિરુદ્ઘ ભૂતકાળમાં પણ રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ખ્વ્પ્ તોડવાના તેમજ વાહન ચોરીના ગુન્હાઓમાં, પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન તેમજ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ભંગાર ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે અને એક વખત પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ આવેલ છે. ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ વિદેશી દારૂના ગુન્હા તથા શાળામાંઙ્ગ કોમ્પ્યુટર ચીરીના ગુન્હાઓમાં પકડાયેલ છે. પકડાયેલ આરોપી અજય પાંચાભાઈ ખસમાણી વિરુદ્ઘ એક ડઝન જેટલા ગુન્હાઓ નોંધાયેલ હોઈ, ગુન્હાહિત ભૂતકાર્ળં ધરાવતો આંતર જિલ્લા ગુન્હેગાર છે..

(3:47 pm IST)