Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટ બાર એસો,ના સભ્ય એડવોકેટ જે બી ઠુમ્મરની મોટી રકમની છેતરપીંડી અને મરવા મજબુર કરતા શખ્સોને કાયદાનું ભાન કરાવો

બચાવપક્ષે રાજકોટ બાર એશોસીઅશનના કોઈપણ સભ્યઓએ રોકાવવુ નહીં રાજકોટ બાર એશો,ના પ્રમુખ બકુલભાઈ .વી.રાજાણીની સૂચનાથી નીચે મુજબનો સરક્યુલર ઠરાવ પસાર

રાજકોટ બાર. ના સભ્ય એડવોકેટ જે બી ઠુંમર સારીરીક માનસીક ત્રાસ ગુજારી તેમની ઉપર મોટી રકમ ની છેતરપીડી કરેલ હોય અને એડવોકેટને મરવા મજબુર કરેલ હોય આ બનાવને રાજકોટ બાર એસોસિયેશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે તથા આવા ઈસમોને કાયદાનુ ભાન કરાવવા માટે રાજકોટના પોલીસ કમીશ્નર ને વિનતી પત્ર લખવાનુ તથા આવા ઈસમો વતી બચાવપક્ષે રાજકોટ બાર એશોસીઅશનના કોઈપણ સભ્યઓએ રોકાવવુ નહીં તેવો રાજકોટ બાર એશોસીએશન દવારા તમામ સભ્યોને અનુરોધ કરવામાં આવે છે તેવુ સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે

(7:17 pm IST)