Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટમાં તાવ-શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના ૧૫૦૦ કેસ

રાજકોટ, તા. ૨૭ :. શહેરમાં કોરોના કાબુમાં આવ્યા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકયુ છે. છેલ્લા એક મહિનામાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના ૧૫૦૦ કેસ નોંધાયા છે.

આ અંગે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરમાં ૨૫ સપ્ટેમ્બરથી ૨૪ ઓકટોબર સુધીમાં સામાન્ય શરદી-ઉધરસના ૧૦૨૯ કેસ, તાવના ૨૫૩ કેસ, ઝાડા-ઉલ્ટીના ૨૨૩ કેસ, મરડાના ૪ કેસ તથા કમળા તાવના ૨ સહિત કુલ ૧૫૧૧ કેસ નોંધાયા છે.

છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય ડેંગ્યુ, મેલેરીયા, ચીકનગુનીયાના રોગચાળાએ માઝા મુકી છે ત્યારે પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા આરોગ્ય તંત્ર દોડધામમાં પડી ગયુ છે.

જો કે મનપાનું મેલેરીયા અને આરોગ્ય તંત્ર રોગચાળો કાબુમાં લેવા દરરોજ બાંધકામ સાઈટોમાં, ભંગારના ડેલા, હોટલ, રેસ્ટોરન્ટો વગેરેમાં મચ્છરોના ઉપદ્રવ અંગે સર્વે કરી મચ્છરોનો ત્રાસ હોય ત્યાં દંડ પણ વસુલી રહ્યા છે. આમ છતા રોગચાળો કાબુમાં નથી આવી રહ્યો તે હકીકત છે.

(4:11 pm IST)