Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

એંસી ફૂટ રોડ આર.એમ.સી.ના પાર્કિંગ પ્લોટ પાસે દરોડોઃ જુગાર રમતા ૧૦ પકડાયા

ભકિતનગર પોલીસના બે દરોડાઃ રૂ. ૨૮ હજારની રોકડ કબ્જે

રાજકોટ, તા. ર૭ : શહેરના એંસી ફૂટ રોડ પર આવેલા આર. એમ.સી.ના પાર્કિગ પ્લોટ પાસે ભકિતનગર પોલીસે બાતમીના આધારે બે દરોડા પાડી જુગાર રમતા દસ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ એંસી ફૂટ રોડ પર આવેલા આર. એમ. સી.ના પાર્કિંગ પ્લોટ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા તથા  વિશાલભાઇ દવેને બાતમી મળતા આર. એમ. સી.ના પાર્કિંગ પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમતા સીતારામ સોસાયટી શેરી નં. ૮ના બીપીન ઉર્ફે કબુતર રણછોડભાઇ ભટ્ટ, કોઠારીયા રોડ મણીનગર શેરી નં. ર ના રણજીતસિંહ વનરાજસિંહ જાડેજા, રામ પાર્ક ખોખડદળ પુલ પાસે શેરી નં. ૧ ના રાયઘન મેણંદભાઇ હુંબલ, નાડોદાનગર શેરી નં. ૩ ના દામજી ગોવિંદભાઇ મકવાણા અને યાદવનગર શેરી નં. ર ના દોલુભા જીલુભા રાઠોડને પકડી લઇ રૂ. ૧ર૦ર૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં હેડ કોન્સ રણજીતસિંહ પઢારીયા તથા કોન્સ વાલજીભાઇને બાતમી મળતા એ જ સ્થળે દરોડો પાડી કોઠારીયા રોડ સીતારામ સોસાયટી શેરી નં. ૮ના કનુ ત્રિભુવનભાઇ ગોયાણી, શેરી નં. ૭ના દિવ્યકાંત બકુલભાઇ નિમાવત, કોઠારીયા રોડ આશાપુરાનગર  શેરી નં. ૧રના વાત્સલ્ય મહેશભાઇ કુવરીયા, જુનુ ગણેશ સોસાયટી શેરી નં. ૪ ના મેહુલ દિનેશભાઇ ગણાત્રા તથા ન્યુ મેઘાણી નગર શેરી નં. ૧૧ ના અમૃતલાલ સવજીભાઇ ભીમાણીને પકડી લઇ રૂ. ૧૬૬૩૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ. જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે. હુણ તથા હેડ કોન્સ. રણજીતસિંહ, ઉપેન્દ્રસિંહ, વાલજીભાઇ, વિશાલભાઇ, દિવ્યરાજસિંહ, ભાવેશભાઇ, રણજીતસિંહ તથા હિતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(4:00 pm IST)