Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

બોગસ દસ્તાવેજોના આધારે દારૂની પરમીટ મેળવનાર આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા. ર૭ : રાજકોટના નાનામવા રોડ પર રહેતા બહાદુરસિંહ અભેસિંહ ડાભીએ દારૂની પરમીટ મેળવવા માટે જન્મ તારીખનો ખોટો દાખલો બનાવી સરકાર સાથે છેતરપીડી કરી અને આરોગ્ય પરમીટ મેળવેલ હોવાનું ખુલતા નશાબંધીના ઇન્સ્પેકટર હરદેવસિંહ ગોહીલે ફરીયાદ દાખલ કરેલ અને આરોપી સામે તપાસ કરનાર અમલદારે ચાર્જશીટ મુકેલ જે તાજેતરમાં કેસ અધિક જયુડીશ્યલ મેજી.શ્રી ક્રિસ્ટીની કોર્ટમાં ચાલી જતા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરીયાદી નશાબંધી અધિકારીએ જણાવેલ કે આરોપીએ પરમીટ માટે જન્મનો દાખલો આઇ.ટી.રીટર્ન, પાનકાર્ડ, ટેલીફોન બીલ, ડોકટરી સર્ટીફીકેટ રજુ કરેલ જેમાં જન્મનો દાખલો ખોટો હવાનું જણાવેલ હતું. ફરીયાદીએ કોર્ટમાં ઉલટ તપાસમાં જણાવેલ હતું કે કોઇપણ વ્યકિતને ખોટી રીતે પરમીટ આપવામાં આવે તો આરોગ્ય પરમીટ ઇસ્યુ કરનાર અધિક્ષક અને નિયામક વિરૂધ્ધ ગુનો દાખલ થવો જોઇએ જે હાલની ફરીયાદમાં કરેલ નથી તેમજ ફરીયાદીએ જણાવેલ હતું. કે અધિક્ષકશ્રીની સહી વગર પરમીટ ઇશ્યુ કરેલ હતી. તપાસ કરનાર અધિકારીએ ઉલટ તપાસમાં જણાવેલ કે નશાબંધીના કર્મચારીઓ સંડોવાયેલા છે તેવું તેમને લાગેલ પરંતુ તે અંગે તેમણે કોઇની ધરપકડ કરેલ નથી આ કામમાં અધિક્ષકશ્રી કનુભાઇ કાળુભાઇ બસીયા, દિલીપ ગોવિંદભાઇ, જય જગદિશભાઇ, ઇકબાલ હુશેન સીદી, સહીતનાની જુબાની કોર્ટ સમક્ષ લેવામાં આવી.

વધુમાં પી.એસ.આઇ. પલાસે જણાવેલ કે મે ડોકયુમેન્ટ હસ્તાક્ષ નિષ્ણાંતના અભિપ્રાય માટે મોકલેલ નથી. વધુમાં ફરીયાદી જન્મ તારીખો દાખલો બનાવટી છે તેવો પુરાવો રેકર્ડ પર લાવી શકેલ નથી અને આરોપીને ગુનાના કામે સાંકળી શકાય અને તકસીરવાન ઠેરવી શકાય તેવા કોઇજ પુરાવા સબળ શંકાથી રેકર્ડ પર આવેલ નથી.અને આરોપીએ ઠગાઇ કરેલ હોય વ્યકિતને લલચાવેલ હોય, ઠગાઇ કરેલ હોય તેવા લેશમાત્ર આરોપી આરોપી વિરૂધ્ધ સાબીત કરે શકેલ નથી. આ કામના આરોપી નં.૧ બહાદુરસિંહ અભેસિંહ ડાભી વિરૂધ્ધનો કેસ ફરીયાદ પક્ષ શંકાથી પર સાબીત કરવામાં નિષ્ફળ નિવડેલ હોય આરોપીને ભારતીય દંડ સંહીતાની કલમ ૪ર૦, ૪૬પ, ૪૭૧ અને ૧ર૦ (ડી) વિગેરેના શિક્ષાને પાત્ર ગુનાને કામે નિર્દોષ ઠાવીને  છોડી મુકવાનો હુકમકરેલ હતો.

આ  કેસમાં આરોપીઓ તરફે વકીલ દિલીપભાઇ પટેલ, પિયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા તથા સચીન તેરૈયા મોહિત લિંબાસીયા તથા કેવલ જે પુરોહીત રોકાયેલ હતા.

(3:21 pm IST)