Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મનપાના વર્ગ -૪ના કર્મચારીઓમાં હરખની હેલી : બોનસ અપાશે

રૂ. ૩૫૦૦ની મહતમ મર્યાદામાં બોનસ મળવાપાત્ર થશે : અમિત અરોરાની જાહેરાત

રાજકોટ,તા. ૨૭ : દિવાળી પર્વ પહેલા જ મનપાના વર્ગ -૪ના કર્મચારીઓમાં આનંદ છવાયો છે. મ.ન.પા.ના વર્ગ-૪ના ૨૮૪૯ કર્મચારીઓને બોનસ અપાયાની મ્યુ.કમિશ્નર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે મ.ન.પા.ની સતાવાર યાદીમાં જણાવ્યું છે કે, મહાનગરપાલીકાના વર્ગ-૪ના ૨૮૪૯ કર્મચારીઓને હિસાબી વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે બોનસ આપવામાં આવશે. બોનસ ચુકવણી માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ હુકમ કરી દેતા કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ હુકમને પગલે રાજકોટ મહાનગરપાલીકાની તમામ શાખાઓના વર્ગ-૪ ના કુલ ૨૮૪૯ જેટલા કર્મચારીઓને રૂ. ૩૫૦૦ની મહતમ મર્યાદામાં બોનસ મળવાપાત્ર થશે. આ કર્મચારીઓમાં ૨૧૨૦ જેટલા સફાઇ કર્મચારીઓ પણ સામેલ છે.

(3:14 pm IST)