Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજસ્થાનના ટ્રક ચાલક પાસેથી લીધેલી દેશી પિસ્ટલ સાવન વેચવા નિકળતા પોલીસે દબોચ્યો

ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર ૨૫ વારીયા પાસેથી ઝડપી લીધો

રાજકોટ તા. ૨૭ : જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર પાસેથી ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે એક શખ્સને દેશી પિસ્ટલ સાથે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયા પાસે એક શખ્સ દેશી બનાવટની પિસ્ટલ સાથે ઉભો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. ખોડુભા જાડેજા તથા કોન્સ. ભરતભાઇ ચૌહાણને બાતમી મળતા ઘંટેશ્વર ૨૫ વારીયા પાસેથી સાવન તલાભાઇ ચૌહાણ (ઉ.૧૯) (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં. ૩૨૯)ને રૂ. ૧૦ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ સાથે પકડી લીધો હતો. પૂછપરછમાં સાવન ટ્રકમાં માલસામાન ચડાવવા - ઉતારવાની મજૂરી કામ કરે છે. દરમિયાન દોઢ વર્ષ પહેલા એક રાજસ્થાનના ટ્રક ચાલક પાસેથી હથિયાર વેચવા માટે લીધું હતું. અને વેચાઇ જાય પછી પૈસા આપવાનું કહ્યું હતું.

આ અંગે પોલીસે તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.રાણા, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ભરતભાઇ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ તથા ગોપાલભાઇ બોળીયા અને દિનેશભાઇ વહાણીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:14 pm IST)