Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઋષિકેશમાં ગંગા કિનારે યજ્ઞ : ૧૧ લાખ સ્વામિનારાયણ મહામંત્રની આહુતિ

રાજકોટથી ગુરૂકુળ પરંપરાનો પ્રારંભ ૧૯૪૮માં થયેલ

રાજકોટ તા. ૨૭ : સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુલ પરંપરાનો પ્રારંભ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મ જીવનદાસજી સ્વામીએ સને ૧૯૪૮માં રાજકોટથી  કર્યો. જેને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અમૃત મહોત્સવ ઉજવાશે. ગુરુકુલ કરવાનો શુભ સંકલ્પ ગંગા કિનારેથી થયો. તે ગંગા કિનારે ઋષિકેશ સ્વર્ગાશ્રમ ખાતે યજ્ઞ કરવાનો સંકલ્પ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ  કર્યો. મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ગંગાકિનારે સ્વામિનારાયણ મહામંત્રની ૧૧૦૦૦૦૦ આહૂતીઓ આપવામાં આવેલ છે.

સાધના અને આરાધનાના પર્વ નવરાત્રીના દિવસોમાં ઋષિકેશ સ્વર્ગ આશ્રમ ખાતે ગંગાકિનારે યોજાયેલ આ યજ્ઞમાં સંતો હરિભકતો જોડાયેલા. જેમા છેલ્લા પાંચ વરસથી ફલાહાર કરીને નીલકંઠધામે નિત્ય યજ્ઞ કરી રહેલા પુરાણી સ્વામી શ્રી ધર્મ સંભવદાસજી સ્વામી, સુરત ગુરુકુળના ભંડારી સ્વામી શ્રી કૃષ્ણ પ્રસાદદાસજી સ્વામી તથા કેશોદ ગુરુકુલના મહંત શ્રી વિજ્ઞાનદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી મધુસુદનદાસજી સ્વામી, શ્રી હરિકૃષ્ણ દાસજી સ્વામી તેમજ શ્રી રમેશ ભગત વેકરીયા, વિરેન્દ્ર ત્યા ઉર્વેશભાઈ લાઠીયા, શ્રી રવિભાઈ વાલાણી, શ્રી ઘનશ્યામભાઈ કાતરીયા, શ્રી કેયૂરભાઈ પાંભર વગેરે હરિભકતોએ ૧૧ લાખ સ્વામિનારાયણ મહામંત્રની આહૂતિઓ અર્પી શ્રીજી મહારાજ અને   પૂજનીય સદગુરૂ સંતોને રાજી કર્યા હતા.

(1:11 pm IST)