Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઇન્સ્ટાગ્રામના સંપર્કમાં પ્રેમ થયો, દસ દિ'માં સગીરાને ભગાડી ! બંને રાજકોટથી પકડાયા

પકડાયેલ આરોપી સાગર એક આંખે દ્રષ્ટિહિન છે : પ્રેમ આંધળો છે તે કહેવત સાર્થક થઇ : વાલીઓ માટે ચેતવણીરૂપ શાપર-વેરાવળનો કિસ્સો

રાજકોટ તા. ૨૭ : શાપર - વેરાવળની સગીરાને ભગાડી ગયા બાદ ચાર માસથી સગીરા તથા તેના પ્રેમીનો પત્તો ન મળતા રૂરલ એસ.પી. બલરામ મીણાએ આ અપહરણના ગુન્હાની તપાસ એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટને સોંપતા પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફે ગણત્રીના કલાકોમાં જ આરોપી તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢયા હતા.

શાપર - વેરાવળના ફ.ગુ.ર.ન-૪૪ર/ર૦૨૧ આઇ.પી.સી ૩૬૩,૩૬૬ના કામે છેલ્લા ચારેક માસથી આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ ન હોય અને આ ગુન્હામા ભોગ બનનારનુ અપહરણ કોણે કર્યું તે અંગે કોઇ નામ નમુદ ન હોય જે કેસ અનડીટેક હોય જે કેસ મ્હે પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આ ગુન્હાની આગળની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફીક શાખા રાજકોટ રૂરલને સોપવામાં આવેલ  નોડલ ઓફીસર પોલીસ ઇન્સ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ AHTU શાખાના પીએસઆઇ ટી.એસ.રિઝવી તથા એએસઆઇ જગતભાઇ તેરૈયાએ ફરીથી આ તપાસના સાહેદોની પુછપરછ કરી તથા કોલડીટેઇલનો જીણવટપુર્વક અભ્યાસ કરી ભોગબનનાર કોના સંપર્કમાં આવેલ તેવી વ્યકિતઓની શોધખોળ શરૂ કરેલ અને સઘન તપાસ હાથ ધરેલ જે આધારે ગણતરીના કલાકોમાં ભોગ બનનારની હકીકત મેળવી AHTU ટીમે આબેડકરનગર રાજકોટ ખાતેથી તપાસ કરી આ કામે આરોપી સાગર વિનોદભાઇ પમાભાઇ ડાંગર જાતે-અનુજાતિ ઉ.વ.૨ર રહે. એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર મઢુલીની સામે મોમઇકૃપા કૃષ્ણનગર મેઇન રોડ રાજકોટ ખાતેથી ભોગ બનનાર સાથે શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધારેલ છે. અને તપાસ દ્વારા જાણવા મળેલ કે આ કામના આરોપીએ ભોગબનનાર સાથે ઇન્સટાગ્રામથી સંપર્કમા આવી ફકત દસ જ દીવસમાં લલચાવી ફોસલાવી ભોગબનનારનુ અપહરણ કરી ગયેલ હતો તેમજ આરોપી સાગર એક આંખે દ્રષ્ટિહીન છે. આરોપી સાગર એક આંખે દ્રષ્ટિહીન હોવા છતાં સગીરા પ્રેમમાં પાગલ થઇ તેની સાથે ચાલી જઇ પ્રેમ આંધળો છે તે કહેવતને સાર્થક કરી હતી.

શાપર-વેરાવળનો આ કિસ્સો પ્રવર્તમાન સ્થિતિમાં વાલીઓ માટે ચેતવણીરૂપ છે.

આ કાર્યવાહીમાં પીએસઆઇ ટી.એમ.રીઝવી સાથે એ.એસ.આઇ. જગતભાઇ તેરૈયા, પો.કો. મયુરભાઇ વિરડા, પો.કો. મનીષાબેન ખીમાણીયા તથા ડ્રાઇવર મયુરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(12:55 pm IST)