Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ચેક રીર્ટનના કેસમાં વન્ડરવર્લ્ડના સુનીલભાઇ સવાણીને ૧ વર્ષની સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

રાજકોટઃ ફરીયાદી શ્રી સાગરભાઇ બીપીનભાઇ રૂઘાણીએ આરોપી વન્ડર વર્લ્ડના પ્રોપરાઇટર સુનીલભાઇ મહેન્દ્રભાઇ સવાણી સાથે મીત્રતાના સંબંધો હોય જેથી ફરીયાદી શ્રી સાગરભાઇ બીપીનભાઇ રૂઘાણીએ આરોપીને ધંધાના વિકાસ અર્થે નાણાંકીય જરૂરીયાત માટે ૩,૦૦,૦૦૦ આપેલા. ત્યારબાદ ફરીયાદીએ આરોપી પાસે પોતાના રૂપીયાની માંગણી કરતાં આરોપીએ આ રૂપીયા  ચુકવવા પેટે રૂ.૩,૦૦,૦૦૦ પુરા ચેકો આપેલા.

જે ચેકો ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતાં સદરહું ચેકો 'FUNDS INSUFFICIENT' ના શેરા સાથે પરત ફરેલા ઉપરોકત ચેકો પરત ફરતાં ફરીયાદીએ પોતાના વકીલ મારફત આરોપીને લીગલ નોટીસ મોકલેલી છતાં આરોપીએ ફરીયાદીને કોઇ જ રકમ ચુકવેલ નહિ. તેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટના મહે. ૧૧માં એડી.  ચીફ જયુ. મેજી. (ફ.ક.)  ની કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ધી નેગો. ઇસ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી અને નામદાર અદાલતમાં કેસ ચાલતા ફરીયાદી તરફે તેમના વિધ્વાન વકીલ શ્રી તુષારભાઇ બસલાણીની દલીલો તથા પુરાવાઓ માન્ય રાખી નામદાર અદાલતે આરોપી વન્ડરવર્લ્ડના પ્રોપરાઇટર સુનીલભાઇ મહેન્દ્રભાઇ સવાણીને ક્રિમીનલ પ્રો. કોડની કલમ ૨૫૫ (૨) હેઠળ તકસીરવાન ઠરાવી (૧)  વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ તથા શ્રી સાગરભાઇ બીપીનભાઇ રૂઘાણીને રૂ.૩,૦૦,૦૦૦ પુરા વળતર પેટે દિન ૩૦માં ચુકવી આપવા તેમજ જો  આરોપી વળતર ન ચુકવે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી વતી રાજકોટના વિધ્વાન ધારાશાસ્ત્રી શ્રી તુષારભાઇ બસલાણી, મનીષ કોટક, એઝાઝ જુણાચ તથા એ.એમ. ભારમલ વિગેરે વકીલો રોકાયેલા.

(11:28 am IST)