Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ગુરુ પુષ્યનક્ષત્ર ખરીદી માટે સ્વયં સિદ્ધ મુહૂર્ત ,શુકનવંતો અવસર અને સમૃદ્ધિકારક સંયોગ

ગુરૂવારે સવારે 9.45 કલાકથી પુષ્ય નક્ષત્રનો આરંભ થશે: સોનાના ઘરેણાં, જમીન-મકાન તેમજ જંગમ અને સ્થાવર મિલકતની ખરીદી માટે શ્રેષ્ઠ : ગુરુ પુષ્ય નક્ષત્ર 25 કલાક 57 મિનિટ રહેશે.

રાજકોટ તા;27 ધનતેરસ પહેલા પુષ્ય નક્ષત્રના શુભ સંયોગથી દિવાળી અને ધનતેરસ પૂર્વે ઝવેરી બજારમાં રોનક છવાઈ છે  પુષ્ય નક્ષત્રના શુભ અવસરે ખરીદી માટે શ્રેઠ અવસર મનાય છે

   જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રને સૌથી શુભ અને માંગલિક મનાય છે. પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહેવાય છે. આ નક્ષત્ર એટલું શુભ છે કે જે દિવસે આ નક્ષત્ર પડે તે દિવસ પંચાંગ જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. જ્યારે પણ ગુરૂવારના દિવસે પુષ્ય યોગ બને છે તો એ દિવસને ગુરૂ પુષ્ય યોગ કહેવાય છે. પુષ્ય નક્ષત્ર ખરીદી માટે સ્વયં સિદ્ધ મુહૂર્ત મનાય છે

સ્વર્ણનો સંબંધ સમૃદ્ધિ સાથે છે જેનો કારક ગ્રહ ગુરૂ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પ્રદાન કરનાર છે એટલે જ્યોતિષીય માન્યતા અનુસાર સોનાની ખરીદી ગુરૂ પુષ્યમાં કરવામાં આવે તો શુભ ફળ આપનાર છે. આ શુભ સંયોગમાં ભૂમિ, ભવન, વાહન અને લાંબા ગાળાનું રોકાણ કરવાને ઉત્તમ માનવામાં આવે છે

તા.28ને ગુરૂવારે સવારે 9.45 કલાકથી પુષ્ય નક્ષત્રનો આરંભ થશે જેમાં ચલ નક્ષત્ર સવારે 11 વાગ્યાથી બપોરના 12.30 સુધી, લાભ અને અમૃત બપોરે 12.30થી 3.30 શુભ-અમૃત સાંજે 5થી 8 વાગ્યા સુધી તેમજ રાત્રે 8થી 9.30 સુધી ચલ ચોઘડીયું છે.

  પુષ્ય નક્ષત્ર તમામ નક્ષત્રનો રાજા મનાય છે આ શુભ અવસરે કરાયેલી ખરીદી સમૃદ્ધિ કારક હોવાનું મનાય છે પુષ્ય નક્ષત્રની ધાતુ સોનુ છે જેને ખરીદવાથી આધ્યાત્મિક લાભ ઉપરાંત ભૂમિ,ભવન વાહન અને સ્થાઈ સંપત્તિમાં રોકાણ કરવાથી પણ લાભ હોવાનું કથન છે

 આ શુભ અવસરે સોના ચાંદી કપડાં ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા ઉપરાંત મહાલક્ષ્મીના પૂજન સામગ્રી ખરીદવાં માટે અને ગાદી બિછાવા માટે પણ શુભ સંયોગ મનાય છે

(10:47 am IST)