Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સોનાના ઘરેણાની ઘડામણમાં 10 ગ્રામે રૂ,1250નું વિશેષ વળતર:ડાયમંડ જવેલરીની મજુરીમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ

દીપોત્સવી મહોત્સવ અંતર્ગત ગોલ્ડ ડીલર્સ એસો.ના સભ્ય જવેલર્સ દ્વારા ગ્રાહકોને આકર્ષક ઓફર

રાજકોટ તા;2 દિવાળીના તહેવાર પૂર્વે ઝવેરીબજારમાં ઝગમગાટ સર્જાયો છે ગ્રાહકો માટે અવનવી ડીઝાઇનના આભૂષણોની વિશાલ રેંજ સાથે સજ્જ જવેલ્રસો દ્વારા મજુરીમાં વિશેષ વળતર યોજન પ્રસ્તુત કરી છે જેમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના દાગીનાની ખરીદી પર 10 ગ્રામે મજુરીમાં રૂપિયા 1250નું વળતર આપશે જયારે ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં 50 ટકાનું જબરું ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે
  દિવાળીના તહેવારો અને આગમી લગ્નસરાની સીઝન માટે પુષ્ય નક્ષત્રના અવસરે ગ્રાહકો ખરીદી માટે ઉમટી પડશે તેવી ધારણા સાથે સોનીબજાર વિવિધ રેન્જના આભૂષણો સાથે સજ્જ બની છે ત્યારે ગ્રાહકોને મજુરીમાં વળતર આપતા અને હાલમાં સોનાના ઘટ્યા ભાવે ખરીદીમાં વધારો થશે તેમ મનાય છે
    એશિયાના ગોલ્ડ હબ તરીકે વિખ્યાત રાજકોટની સોનીબજારના કુશળ કારીગરો તૈયાર થતા દાગીનાની દેશ-વિદેશમાં વિશેષ માંગ રહેતી હોય છે ત્યારે આ વખતે સોનાના ભાવમાં એકંદરે ઘટાડો થતા અને એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા  મજુરીમાં વિશેષ વળતર યોજનાં જાહેર થતા ધૂમ ખરીદીની ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે

    દરમિયાન રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ પુષ્ય નક્ષત્રના શુભ અવસરે સોનાના આભૂષણોની ખરીદી માટે અને એસો,દ્વારા આપતી વળતર યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે

(10:46 am IST)