Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કાલે ગુરુ પુષ્યનક્ષત્ર :ઝવેરીબજારમાં ખરીદીનો ધમધમાટ સર્જાશે

પેલેસરોડ પર અવનવી ડીઝાઇનના કલાત્મક આભૂષણોનો ઝળહળાટ :દિવાળી પૂર્વેના 18 વર્ષ બાદના મહા મુહુર્તમાં ઘટ્યા ભાવે ખરીદી માટે ગ્રાહકો ઉમટશે

રાજકોટ તા;27  દીપાવલીના તહેવાર પૂર્વે કાલે ગુરુ પુષ્ય નક્ષત્રના શુભ અવસરે ઝવેરી બજારમાં ખરીદીના ધમધમાટની ધારણા છે,બજારમાં સોનાના આભૂષણો તેમજ સિક્કા સહિતની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડશે

  ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે

    દરમિયાન પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહેવાય છે. આ નક્ષત્ર એટલું શુભ છે કે જે દિવસે આ નક્ષત્ર પડે તે દિવસ પંચાંગ  જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. જ્યારે પણ ગુરૂવારના દિવસે પુષ્ય યોગ બને છે તો એ દિવસને ગુરૂ પુષ્ય યોગ કહેવાય છે. આવતીકાલે ગુરુ પુષ્યનક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં વિશેષ વળતરની ઓફરનો લાભ પણ ગ્રાહકોને મળનાર છે 10 ગ્રામ સોંનાના દગીબની ખરીદી પર રૂપિયા 1250નું મજુરીમાં વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં 50 ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ આપવાનું છે

    આ અવસરે રાજકોટ ગોલ્ડ ડીલર્સના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા જણાવે છે કે કાલે પુષ્ય નક્ષત્રના મહામુહુર્તમાં ખરીદીનો ધમધમાટ સર્જાશે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં એકંદરે ઘટાડો થયો છે આગામી દિવાળી તહેવાર તેમજ લગ્ન પ્રંસંગની ધૂમ ખરીદી રહેશે   
  તેમણે વધુમાં પુષ્ય નક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વધશે તેવા આશાવાદ સાથે જણાવ્યું હતું કે રાજકોટ સોનીબજારના કલાત્મક આભૂષણો જગ વિખ્યાત છે અહીના કારીગરોએ તૈયાર કરેલ દાગીનાની માંગ દેશ વિદેશમાં માંગ રહે છે

  ઝવેરીબજારના વિખ્યાત અને ગ્રાહકોને હમેશા નાવીન્ય સભર આભૂષણોની રેંજ આપવમાં અવ્વલ એવા શિલ્પા લાઈફ સ્ટાઈલવાળા પ્રભુદાસભાઈ પારેખ જણાવે છે કે પુષ્યનક્ષત્રના શુભ અવસરે કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી પડશે છેલ્લા ઘણા વખતથી સોનાના ભાવ દબાયા છે ત્યારે ઘટયા ભાવે સોનાની ખરીદીમાં ચોક્કસ વધારો થશે તેમ જણાવી યુવા વર્ગમાં હાલ ફેન્સી અલંકારોનું ઘેલું લગાડ્યું હોવાનું ઉમેર્યું હતું

   સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ઝવેરી બજાર અને અમીન માર્ગ પરના શોરૂમમાં ડાયમંડ જવેલરીની આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે

(10:44 am IST)