Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટ મનપા વર્ગ-૪ના ૨૮૪૯ કર્મચારીઓને બોનસ અપાશે : મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા દવારા હુકમ

રાજકોટ: મહાનગરપાલિકાના વર્ગ-૪ના ૨૮૪૯ કર્મચારીઓને હિસાબી વર્ષ:૨૦૨૦-૨૦૨૧ માટે બોનસ આપવામાં આવશે. બોનસ ચુકવણી માટે મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરાએ હુકમ કરી દેતા કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
આ હુકમને પગલે રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓનાં વર્ગ-૪ના કુલ ૨૮૪૯ જેટલા કર્મચારીઓને રૂ. 3500ની મહત્તમ મર્યાદામાં બોનસ મળવાપાત્ર થશે. આ કર્મચારીઓમાં ૨૧૨૦ જેટલા સફાઈ કર્મચારીઓ પણ સામેલ છે.

(6:41 pm IST)