Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડાળીમાં તીનપતીનો અને રામનાથપરામાં વરલીનો જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

આજીડેમ પોલીસે છ અને ક્રાઇમ બ્રાંચે એકની ધરપકડ કરી

રાજકોટ, તા.૨૭: શહેરના વડાળી ગામમાં આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ અને ક્રાઇમ બ્રાંચની ટીમે રામનાથપરા જૂના જેલરવાળી શેરીમાંથી વરલી ફીચરનો જુગાર રમાડતા એકને ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ મહંમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી એચ.એલ.રાઠોડની સુચનાથી આજીડેમ પોલીસ સમર્થકના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા જી.એન. વાઘેલા, એમ.ડી.વાળા, હેડ કોન્સ ઇન્દ્રસિંહ, કૌશેન્દ્રસિંહ, શૈલેષભાઇ, ધર્મેન્દ્રસિંહ, કુલદીપસિંહ, ભીખુભાઇ તથા ઉમેદભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પ્રકાશ રામજીભાઇ સોલંકી (રહે.સરધારગામ) તથા વડાળી ગામમાંથી નાગજી મૈયાભાઇ ડાભી, ધોધા જાદવભાઇ મેર, દિનેશ ધનજીભાઇ હાંડા, હેમંત ચનાભાઇ જાદવ અને રાવત ઉર્ફે નિલેષ ગોવિંદભાઇ મેરને પકડી લઇ રૂ.૧૫૬૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં ક્રાંઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ બલભદ્રસિંહ, મહિપાલસિંહ, યોગેન્દ્રસિંહ, ચેતનસિંહ તથા વિરેન્દ્રસિંહ સહિત રામનાથપરા જૂના જેલવાળી શેરીમાં દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા આમીન દોસમામદભાઇ આમરોણીયા (ઉ.વ.૪૦) (રહે.રામનાથપરા હુશેની ચોક પાસે) ને પકડી લઇ રૂ.૧૦૨૦૦ની રોકડ તથા એક મોબાઇલ મળી રૂ.૧૪૨૦૦ની મતા કબ્જે કરી હતી.

(3:35 pm IST)