Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વર્ચ્યુઅલ ગરબા મહોત્સવમાં ગાયક કલાકારોએ ગરબા પિરસ્યા

નોરતામાં દેવ ભટ્ટ અને ટીમનું સૌપ્રથમ વખત યોજાઈ ગયેલ અનોખું આગવું આયોજન

રાજકોટઃ માં નો ગરબો ઐતિહાસિક વર્ચ્યુઅલ ગરબા મહોત્સવમાં નવેનવ દિવસ ગાયક કલાકારોએ જમાવટ કરી હતી. કલાકારો દ્વારા કલાકારો માટે જ આયોજીત આ મહોત્સવમાં કિર્તીદાન ગઢવી, ઓસમણી મીર, લલિતા ઘોડાદ્રા, નિધિ ધોળકિયા જેવા અનેક નામાંકિત કલાકારોએ કલાના કામણ પાથર્યા હતા. વર્ચ્યુઅલ ગરબા મહોત્સવમાં 'અકિલા'નો સપોર્ટ રહ્યો હતો. જયારે કર્તવ્ય ચેનલમાં સમગ્ર ઈવેન્ટનું જીવંત પ્રસારણ થયું હતું. માં નો ગરબો આયોજન સમિતિ ટીમના મિલન ગોહિલ, ઈમરાન જે, જયેશ દવે, કેયુર પોટા, દર્શિત કાચા, જય દવે, રાજેશ મજીઠીયા, આસિફ જરીયા, કલ્પેશ કાચા, રમેશ હીરપરા, કમલેશ ડોડીયા, હર્શજીત ગઢવી, ધર્મેશ પાટડિયા, ધર્મેશ મકાતી, કેયુર બુદ્ધદેવ, મયુર બુદ્ધદેવ, જય મકાતી અને દેવ ભટ્ટે જહેમત ઉઠાવી હતી.

(3:33 pm IST)