Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

દિપાવલી તહેવાર સંદર્ભે વીજ તંત્રના તમામ ૧૯ સબ ડીવીઝનમાં ર૪ કલાક સ્ટાફ ફરજ બજાવશે

૪ દિવસ ખાસ એલર્ટ રહેવા સુચનાઃ લેડર ગાડી-ટ્રાન્સફોર્મર જમ્પર સહિતની સાધન સામગ્રી ઉપલબ્ધ બનાવાઇ : જુના પાવર હાઉસ ખાતે કન્ટ્રોલ રૂમઃ ડે.ઇજનેર-જૂનીયર ઇજનેર તથા તમામ લાઇન સ્ટાફના ટૂંકમાં ઓર્ડરો

રાજકોટ તા. ર૭ :.. આગામી દિવાળી તહેવારો આવી રહ્યા છે, શહેરમાં ધીમે ધીમે ઝાકમઝોળ અને ખરીદી પણ શરૂ થઇ છે.

દરમિયાન દિપાવલીના તહેવારો ફૂટતા આડેધડ ફટાકડા તથા રોશની-હાઇવોલ્ટ જ બ્લબ સહિતની બાબતો અને કોઇ કોઇ વિસ્તારમાં ડાયરેકટ લેવાતી વિજ લાઇનો અને તેના કારણે થતા ધડાકા-ભડાકા-લાઇટો ગૂલ થવાના બનાવો બનતા હોય છે.

દિપાવલી તહેવાર ઉપર આખા રાજકોટમાં શોર્ટ સરકીટ લાઇટો ગૂલ થવા અંગે સેંકડો કમ્પલેઇન આવતી હોય છે, અને તેના પરિણામે આ વર્ષે પણ શહેરમાં ખાસ રાઉન્ડ ધ કલોક ડયુટીનું આયોજન ગોઠવાયું છે.

ઉચ્ચતમ સાધનોના ઉમેર્યા પ્રમાણે આખા રાજકોટમાં આગોતરૂ મેઇનટેનન્સ કરી લેવાયું છે, તેમજ ફરીયાદ બાબતે (મો. નં. ૯૯રપર ૧૯૧રર) એ ખાસ નંબર જાહેર કરાયો છે. રાજકોટના તમામ વીજ સબ ડીવીઝનોમાં દિવાળીના તહેવારોમાં ૪ દિવસ ડે.ઇજનેર-જૂનીયર ઇજનેર, તમામ લાઇન સ્ટાફ ર૪ કલાક ખાસ ફરજ બજાવશે., મુખ્ય કન્ટ્રોલ રૂમ, ઢેબર રોડ, જુના પાવર હાઉસ ખાતે રહેશે, ત્યાં સીટી સર્કલ ઇજનેરશ્રી પુજારા ખાસ હાજર રહેશે તમામ લેડર ગાડી - બંધ બોડીની  ગાડી, ટ્રાન્સફોર્મર, કટઆઉટ -વાયરો-ટેપ-જમ્પર વિગેરે સાધન સામગ્રી ઉપલબ્ધ કરી લેવાઇ છે.

(3:30 pm IST)